આ મસાલાનું પાણી તમારી વધારાની ચરબીને ઓગાળી દેશે
Fat Loss Drink: મોટા ભાગના લોકોને વજન ઉતારવાની સમસ્યા હોય છે. વજન કંઈ રીતે ઉતારવું તે એક મોટી સમસ્યા બની ગઈ છે. કારણ કે કારણ ખબર હોતી નથી કે વજનને કેવી રીતે ઉતારવું. આજે અમે તમારા માટે એક મસાલાનું પાણી લઈને આવ્યા છીએ. જે તમારા શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળી દેશે.
બિનઆરોગ્યપ્રદ આહાર
આજના સમયમાં પહેલા જેવો આહાર રહ્યો નથી. જેના કારણે ચરબીમાં વધારો થાય છે. અમે તમારા માટે કુદરતી પીણાની રીત તમારા માટે લઈને આવ્યા છીએ. જે તમારી ચરબી ઉતારી દેશે. આ કુદરતી પીણાને તમારા આહારનો ભાગ તમે બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે તજનું પાણી તમારું વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. પરંતુ તેની સાથે તમારે કસરત કરવી પડશે. તજના પાણીની ભૂમિકા એ હશે કે તે તમને ભૂખ નહીં લાગે.
આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ
તજનું પાણી કેવી રીતે બનાવવું?
પ્રથમ એક કડાઈમાં એક કે બે કપ પાણી નાખી તેને થોડું ગરમ કરો. આ પછી તમારે તેમાં એક ચમચી તજ પાવડર નાંખવાનો રહેશે. 2 મિનિટ સુધી તેને ઉકાળવાનું રહેશે. સારું પરિણામ જોઈતું હોય તો તમારે આ પાણીમાં એક ચમચી મધ, એક ચમચી કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. તમે ચાની ચૂસકી લો તેવી રીતે આ પાણીનું સેવન કરો. આ પીણાને તમારે કપમાં ગાળીને પી લેવાનું રહેશે.
(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)