આ કંપનીના શેર બન્યા રોકેટ, રોકાણકારો થયા માલામાલ
શેરબજારમાં બજેટ પહેલા ધમાકેદાર તેજી જોવા મળી રહી છે. બજારની તેજીના કારણે સિગારેટ મેન્યુફેક્ચરિંગ કંપની ગોડફ્રે ફિલિપ્સના શેરમાં ઉછાળો આવ્યો છે. BSE પર શેરની કિંમતમાં 17% વધી છે. આ સાથે શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. જે રૂ. 2,646.75 છે. વાસ્તવમાં આ શેરનો વધારો ITC સાથે જોડાયેલો છે. નોંધનીય છેકે, ITC પણ એક મોટી સિગારેટ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
શેરમાં જબરદસ્ત ઉછાળો
BSE પર ગોડફ્રે ફિલિપ્સનો શેર લગભગ 17%ના ઉછાળા સાથે રૂ. 2646 પર પહોંચ્યો હતો. શેરમાં આવેલા ઉછાળાનું કારણ કંપનીના વોલ્યુમમાં સારી ગ્રોથ છે. નોંધનીય છેકે Q3 માં ગોડફ્રે ફિલિપ્સના વોલ્યુમમાં લગભગ 10.6% નો વધારો નોંધવામાં આવ્યો હતો. જ્યારે હરીફ કંપની આઈટીસીના સિગારેટના વોલ્યુમમાં સમાન ગાળામાં ઘટાડો થયો છે.
વોલ્યુમમાં ગ્રોથ
ગોડફ્રે ફિલિપ્સના વોલ્યુમમાં લગભગ 9.5% નો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર વધારો નોંધાયો છે. FY24 ના પ્રથમ 9 મહિનામાં કંપનીનો વોલ્યુમ ગ્રોથ 9 ટકા હતો. કંપનીએ FY23માં વોલ્યુમમાં 25%ની વૃદ્ધિ નોંધાવી હતી. કંપની તેની ફ્લેગશિપ બ્રાન્ડ Marlboroના ડિસ્ટ્રીબ્યૂશન પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સિગારેટના જથ્થામાં વૃદ્ધિ પણ પ્રીમિયમ અને DSFT સેગમેન્ટમાં માર્લબોરોની એન્ટ્રીને કારણે હતી.
શું હતી શરૂઆતની સ્થિતિ?
આજે માર્કેટની સ્થિતિ શરૂઆત નબળી ચાલી હતી. સેન્સેક્સ 71000ની નીચે શરૂ થયું હતું,જ્યારે નિફ્ટી 21500 પર આવીને ઊભુ રહ્યું હતું. બેંક નિફ્ટીની ખરાબ શરૂઆત સાથે ઘણી આઈટી કંપનીઓના શેર પર ગગડ્યા હતા. જ્યારે કેટલીક કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો હતો. એક તરફ આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. તેની અસર દિવસભર માર્કેટ પર રહેશે.
ભારતની આર્થિક સ્થિતિ થઈ મજબૂત
ભારતનો આર્થિક વિકાસ દર આ વર્ષે મજબૂત રહ્યો છે. 2024 અને 2025માં આ વૃદ્ધિ 6.5 ટકા રહેવાની ધારણા છે. જે ગયા વર્ષે ઓક્ટોબરમાં અપાયેલા અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે. IMFના રિપોર્ટ અનુસાર, ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ દર હાંસલ કરનાર દેશ છે.