January 10, 2025

BZ Group Scam: ફરિયાદીનો અવાજ બન્યું NEWS CAPITAL, CID ક્રાઈમ સુરેશભાઈની લઈ રહી છે ફરિયાદ

BZ Group Scam Latest News: બીઝેડ ગ્રુપ દ્વારા કૌભાંડ મામલામાં હવે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે સુરેશભાઈ નામના વ્યક્તિ પહોંચ્યા હતા. સુરેશભાઈ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. અંદાજે 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું. પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ના હતી. તેમને પોલીસ સ્ટેશનમાંથી ગાંધીનગરમાં ફરિયાદ કરવા માટે જવા માટે કહેવામાં આવ્યું હતું. NEWS CAPITAL ના અહેવાલની ધારદાર અસર થઈ છે. CID ક્રાઈમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પર પહોંચી છે અને સુરેશભાઈ ફરિયાદ લઈ રહી છે.

આ પણ વાંચો: BZ Group Scam: પ્રાંતિજ તાલુકાના વ્યક્તિ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પરંતુ ફરિયાદ ના લેવાઈ