BZ કૌભાંડ મામલે શિક્ષકની CIDએ કરી અટકાયત, ભૂપેન્દ્ર ઝાલા અને શિક્ષકની તસવીરો થઈ હતી વાયરલ

Bhupendra sinh Zala: અરવલ્લી જિલ્લામાં BZ કૌભાંડને લઈને રોજ એક બાદ એક નવા ખુલાસા થતા હોય છે. ત્યારે હવે BZ કૌભાંડને લઈને એક શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. મેઘરજની ભેમપુરા -2 પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની CIDએ અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર મેઘરજની ભેમપુરા -2 પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વી.ડી. પટેલ નામના શિક્ષકની CIDએ અટકાયત કરી છે. મેઘરજની ભેમપુરા -2 પ્રાથમિક શાળામાં શિક્ષક નોકરી કરી છે. ગઈકાલે શાળામાં રીસેસ દરમિયાન ગાંધીનગરની CIDની ટીમ પહોંચી હતી. જે બાદ શિક્ષકની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટા અગાઉ વાયરલ થયા હતા. આ સિવાય મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર ઝાલા અને શિક્ષક વી.ડી પટેલની તસવીરો સામે આવી હતી.
આ પણ વાંચો: ધો.10-12ના વિદ્યાર્થીઓની મૂંઝવણ થશે દૂર, શિક્ષણ બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર