January 21, 2025

સ્લો ઈન્ટરનેટ હશે તો પણ કામ કરશે આ રીતે ક્રોમ!

અમદાવાદ: શું તમે ક્રોમનો ઉપયોગ કરો છો? પરંતુ શું તમને ખબર છે કે તમે સ્લો ઈન્ટરનેટ પર પણ તમે ક્રોમનો ઉપયોગ કરી શકો છો. અમે તમારા માટે નવા અપડેટ્સની જાણકારી લઈને આવ્યા છીએ.

ઈન્ટરનેટ સ્પીડ
જો તમે ક્રોમનો ઉપયોગ કરો છો તો તમે સ્લો ઈન્ટરનેટ પર પણ કામ કરી શકો છો. થોડા જ સમયમાં નવું અપડેટ્સ આવી રહ્યું છે. આ અપડેટ્સમાં તમને નવી સુવિધા હવેથી મળશે. યુઝર્સ સ્લો ઈન્ટરનેટ હોવા છતાં પણ ગૂગલ ક્રોમમાં સરળતાથી સર્ચ કરી તમે તેનો ઉપયોગ કરી શકો છો. એક માહિતી અનુસાર ક્રોમના આ અપડેટ્સનો લાભ એન્ડ્રોઇડ, iOS અને Mac યુઝર્સને આ સુવિધા મળશે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે ક્રોમમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ અપડેટ્સ આવી રહ્યા છે.

અપડેટ્સ ઉપલબ્ધ થશે
આ જે અપડેટ્સ આવી રહ્યા છે તેમાં ઓપ્ટિમાઇઝેશન ટૂલ લોન્ચ આવી શકે છે. તેની મદદથી યુઝર્સ સ્લો કે ખરાબ ઈન્ટરનેટની સ્થિતિમાં પણ સર્ચિંગનું કામ કરી શકશે. જેના થકી જો તમારૂ ઈન્ટરનેટ સ્લો છે તો પણ તમે આરામથી તમે ક્રોમનો વપરાશ કરી શકો છો. થોડા જ દિવસો પહેલા ક્રોમના અનુભવ લોકોને વધારે પસંદ આવે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ફીચર્સ તમને વધારો ક્રોમનો યુઝ કરવા માટે મદદ કરે. હવેથી , AI આપમેળે વપરાશકર્તાઓ માટે ટેક્સ્ટ જનરેટ કરશે. આવનારા સમયમાં વધુ પણ અપડેટ્સ આવી રહ્યા છે.

સરકારની ચેતવણી
જો તમે ઓનલાઈન કામ કરો છો અને ઓનલાઈન જ તમારા તમામ કામ હોય છે તો તમારે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. આ અંગે સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ ઓએસનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સર્ચ એન્જિનના એક વર્ઝનમાં કેટલીક ખા