January 6, 2025

આ રીતે સરળતાથી બનાવો ચટાકેદાર ચોળાફળી, એટલી ક્રિસ્પી કે મોઢામાં મૂકતાં જ ઓગળી જશે!

Chorafali Recipe In Gujarati: કોઈ પણ તહેવાર હોય ગુજરાતીઓના ઘરમાં ફરસાણ અને મીઠાઈ ચોક્કસ બને છે. ગુજરાતીઓ અલગ અલગ પ્રકારના ફરસાણ ખાવાના શોખીન છે. દિવાળી ઉપર અમે તમારા માટે દરેકને ભાવતી ચોરાફળીની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ મસ્ત રેસીપી.

સામગ્રી:

  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી
  • લાલ મરચું પાઉડર
  • ચણાનો લોટ
  • અડદનો લોટ
  • બેકિંગ સોડા
  • 1 ટીસ્પૂન સંચળ
  • 2 ટીસ્પૂન સૂકી કેરીનો પાઉડર (આમચૂર પાઉડર)

આ રીતથી બનાવો
એક નાની કડાઈ લો. તેમાં તમારે નવશેકું પાણી લેવાનું રહેશે. આ પછી તમારે તેને ઉકાળવાનું રહેશે. હવે તમારે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો રહેશે. તેમાં અડદનો લોટ લેવાનો રહેશે. આ પછી તમારે બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરી લેવાનું રહેશે. તેમાં તમારે થોડું થોડું નવશેકું ​​પાણી નાખવાનું રહેશે. બરાબર મિક્સ કરવાનું રહેશે. હવે તમારે લોટ બાંધીને 10 મિનિટ ઢાંકી રાખવાનું રહેશે. લાકડાનો પાટલો લઈને તેલ લગાવી દો. તેમાં તમારે થોડો લોટ લઈને તેમાં તમારે તેલના ટીપાં નાંખવાના રહેશે. તેલ નાખી તેને પાટલા પર મસળો. હવે તમે લુવાને ગોળ આકાર આપો. આ પછી તમારે તેને સપાટ કરવા માટે થોડું દબાવી દો. છરીનો ઉપયોગ કરીને પહોળી પટ્ટીઓ બનાવો. તેલ ગરમ કરવા મૂકો. તેલ જ્યાં સુધીમાં ગરમ થાય ત્યાં સુધીમાં તમારે બીજૂં બાઉલ લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડરને મિક્સ કરવાનો રહેશે. જારાનો ઉપયોગ કરીને તમારે તેને બહાર કાઢી લેવાનું રહેશે. આ બહાર કાઢ્યા પછી તમારે તેની પર તૈયાર કરેલો મસાલો ઉપરથી નાંખવાનો રહેશે.