December 28, 2024

Chocolate Day માટે ખાસ ચોકલેટ સેન્ડવીચ, 5 મિનિટમાં તૈયાર

Chocolate Sandwich: આજે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે કે ચોકલેટ ડે છે. સામાન્ય રીતે લોકો આ દિવસે અલગ અલગ પ્રકારની ચોકલેટ આપીને સેલિબ્રેટ કરતા હોય છે, પરંતુ જો તમે રૂટિન ચોકલેટની જગ્યાએ કંઈક નવું કરવા માંગતો હો તો આજે અમે ચોકલેટ સેન્ડવીચની રેસીપી લઈને આવ્યા છીએ. આમ તો આ દિવસ પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ જરૂરી નથી કે આ પ્રેમ માત્ર એક છોકરા છોકરી પુરતો મર્યાદિત હોય, આ પ્રેમના દિવસે પત્ની તેના પતિ માટે અને એક માં તેના બાળકો માટે પણ આ દિવસને ખાસ બનાવી શકે છે.

સામગ્રી
6 બ્રેડ સ્લાઈસ
1 કપ ડાર્ક ચોકલેટ
1 કપ માખણ
1 કપ સુકામેવોરીત
– સૌ પ્રથમ ચોકલેટને કડાઈમાં મીડીયમ ફ્લેમ પર ઓગળવા માટે રાખો.
– હવે બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો અને ઓગાળેલી ચોકલેટ લગાવો.
– તેના પર ડ્રાય ફ્રુટ્સ મુકો અને ઉપર બીજી બ્રેડ મુકો.
– મિડિયમ ફ્લેમ પર એક પેનમાં માખણ નાંખો અને તેને ગરમ કરવા રાખો.
– તેના પર બ્રેડ મૂકો અને તેને બંને બાજુથી પકાવો.
– તૈયાર છે ડાર્ક ચોકલેટ સેન્ડવિચ.
– આ સેન્ડવિચને ગરમાગરમ સર્વ કરો.