December 19, 2024

Chocolate Dayમાં તમારા પાર્ટનરને આપો કંઈક હટકે ચોકલેટ

Chocolate Day: વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે એટલે કે આજે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ચોકલેટ આપીને ઉજવણી કરે છે. ચોકલેટ સંબંધોમાં મીઠાસ વધારે છે. આમ તો ચોકલેટને આપણે મીઠાઈ તરીકે જોઈએ છીએ, પરંતુ આ પ્રેમના મહિનામાં આપવામાં આવતી ચોકલેટ બંન્ને વચ્ચેના પ્રેમને વધારે મીઠાસથી ભરી દે છે. આ ચોકલેટને પોતાના પ્રેમને એક્સપ્રેસ કરવાની એક રીત તરીકે પણ જોવામાં આવે છે. દર વર્ષે 9 ફેબ્રુઆરીના ચોકલેટ ડેની ઉજવણી થાય છે. એક આખા દિવસને ચોકલેટનું નામ આપવામાં આવ્યું છે. આજે કેટલીક એવી ચોકલેટની વાત કરવી છે જે થોડી હટકે છે. નોર્મલ લોકો કરતા તમે તમારા પાર્ટનરના આપો આ ખાસ હટકે ચોકલેટ

રેડ હાર્ટ ચોકલેટ
આ ચોકલેટ મિલ્ક ચોકલેટ અથવા ડ્રાઈ ચોકલેટ હોઈ શકે છે, પરંતુ આ ચોકલેટનો આકાર હાર્ટ શૅપમાં હોવો જોઈએ. લાલા દિલ જેવા લૂક વાળી દેખાતી આ ચોકલેટ તમારા આખા મૂડને રોમેન્ટિક કરી દે છે. તમારી ગર્લ ફ્રેન્ડનું દિલ જીતવા માટેની આ ખુબ જ સારી ટેકનિક છે.

ડાર્ક ચોકલેટ
જો છોકરીઓ બહુ સ્વીટ નથી ખાતી અથવા તો એ ડાયટમાં વધારે વિશ્વાસ રાખે છે. એ તમામ છોકરીઓ માટે ડાર્ક ચોકલેટ ખુબ જ સારો ઓપશન છે. આ ચોકલેટનો સ્વાદ વધુ કડવો અને થોડો મીઠો હોય છે. જે છોકરીઓને ખુબ જ પસંદ આવે છે, જે સ્વાસ્થય અને મૂડ બંને માટે સારો રહે છે.રેડ વાઈન ચોકલેટ
આ ચોકલેટ તમારી રોમેન્ટિક સાંજને થોડી વધારે રોમેન્ટિક કરી નાખે છે. તમે બંને જ્યારે પણ સાથે સમય વિતાવી રહ્યા છો એ સમયે આ ચોકલેટ એકદમ પર્ફેક્ટ છે. આ રેડ વાઈન ચોકલેટની સાથેની તમારી સાંજ વધારે પ્રેમથી ભરી અને યાદગાર બની જશે.

ચોકો ચિપ બ્રાઉની
આ બ્રાઉની ચોકલેટ અથવા ચોકો ચિપથી ભરેલી છે. જેના પર ચોકલેટની ટોપિંગ અને ફિલિંગ કરવામાં આવી છે. આ એક ચોકલેટમાં તમને ચોકલેટ અને કેક એમ બંનેની મજા મેળવી શકો છો. આ સાથે જ તેનો સ્વાદ પણ ખુબ જ સરસ હોય છે.

વ્હાઈટ ચોકલેટ
આ ક્રીમી ચોકલેટ મિલ્ક, વેનિલા અને કોકોઆ બટરના ટેસ્ટની હોય છે. જે મોઢામાં જતા જ પીગળી જાય છે. તેને ખાવામાં ખુબ જ મજા આવે છે.જો તમારી ગર્લફ્રેન્ડને આવા પ્રકારની ચોકલેટ ખવાના શોખ હોય તો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે આ ચોકલેટ શેરિંગમાં ખાઈ શકો છો. જે સ્વાદમાં મીઠી જ હશે. તમને તેમાં કડવા સ્વાદનો અનુભવ નહીં થાય.