ચીનને ઝટકો…? લેન્ડિંગ દરમિયાન રોકેટમાં થયો વિસ્ફોટ, જાણો કેટલું થયું નુકસાન
China: ચીનમાં પરીક્ષણ દરમિયાન રોકેટમાં વિસ્ફોટ થયો હતો. નેબ્યુલા-1 નામનું આ રોકેટ ચીની કંપની ડીપ બ્લુ એરોસ્પેસનું હતું. આ રોકેટનું વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન રોકેટમાં વિસ્ફોટ થયો હતો. જોકે કંપનીનું કહેવું છે કે તેણે મિશન માટે નિર્ધારિત 11 માંથી 10 લક્ષ્યો પૂરા કર્યા છે. ડીપ બ્લુ કંપની ફરીથી વાપરી શકાય તેવી રોકેટ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ઉંચાઈએ લેવાયેલ આ પરીક્ષણ કંપનીના આ પ્રયાસનો એક ભાગ હતો.
નેબ્યુલા-1 રોકેટે તેની ઉડવાની ક્ષમતા દર્શાવી અને સફળતાપૂર્વક લક્ષ્યની ઊંચાઈ સુધી પહોંચી. જોકે, લેન્ડિંગ દરમિયાન રોકેટને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આ આંચકા છતાં કંપની કહે છે કે તેમના મોટાભાગના મિશન લક્ષ્યો પૂરા થયા હતા. તે વિશ્વસનીય સ્પેસફ્લાઇટ ટેકનોલોજી વિકસાવવામાં કંપનીની પ્રગતિ દર્શાવે છે.
ડીપ બ્લુ એરોસ્પેસે ટેસ્ટ ફ્લાઇટ કેપ્ચર કરતા ડ્રોન ફૂટેજ બહાર પાડ્યા હતા. તે રોકેટની ઉડાન અને તેના ઉતરાણના દ્રશ્યને કેપ્ચર કરે છે. જોકે એક વીડિયો વાયરલ થયો હતો તે જોઈને ખબર પડે છે કે રોકેટે તેના લક્ષ્યની ઊંચાઈ હાંસલ કરી લીધી હતી. આ પછી પણ તેણે સારું પ્રદર્શન કર્યું. પરંતુ આખરે તે સુરક્ષિત રીતે ઉતરવામાં નિષ્ફળ ગયું. હવે કંપની ડેટાનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત છે તે જાણવા માટે કે રોકેટમાં કેવી રીતે વિસ્ફોટ થયો?
😮This perspective is quite interesting! Deep Blue’s Nebula-1 conducted its first high-altitude VTVL vertical recovery flight test, with drone chase video. Hard to say whether FAA can ever approve this kind of potentially “hazardous” maneuvers. Full HD:https://t.co/PqaZcj4cvv pic.twitter.com/GYnYiGqm8K
— CNSA Watcher (@CNSAWatcher) September 22, 2024
આ રોકેટ પરીક્ષણ ડીપ બ્લુ એરોસ્પેસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તેનો ઉદ્દેશ્ય ચીનમાં કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલને પ્રોત્સાહન આપવાનો છે. કંપની તેના નેબ્યુલા શ્રેણીના રોકેટ માટે નાણાં અને સમર્થન એકત્ર કરી રહી છે. આ રોકેટને પુનઃઉપયોગના હેતુ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કંપનીને આશા છે કે નવા પ્રયોગોના આધારે તે ભવિષ્યના મિશન માટે ટેક્નોલોજીમાં સુધારો કરી શકશે.