November 19, 2024

ઓહો! ચીનની વસ્તીમાં બીજીવાર નોંધપાત્ર ઘટાડો, જન્મદર ગગડ્યો

ચીન:તકલીફ તો રહેવાની”… વધી રહેલી વસ્તી એ ચિંતાનો વિષય ચોક્કસ છે. પરંતુ હંમેશા વધી રહેલી વસ્તીની ચિંતા કરતું ચીન હવે વસ્તી કંટ્રોલ થયા બાદ ચિંતામાં જોવા મળી રહ્યું છે.  તાજેતરના ડેટા અનુસાર, સતત બીજા વર્ષે ચીનની વસ્તીમાં ઘટાડો થયો છે. વર્ષ 2023માં ચીનની વસ્તીમાં 20 લાખનો ઘટાડો થયો છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો બીજી બાજુ ચીનની વસ્તીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત બીજા વર્ષે ચીનની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ચીનમાં કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો હટાવ્યા બાદ, મૃત્યુ દરમાં વધારો થયો હતો. 2023માં વસ્તીમાં 20 લાખનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે ચીનમાં સતત બીજા વર્ષે વસ્તીમાં ઘટાડો થયો છે.

આર્થિક અને સામાજિક પડકાર
ચીનના ઓફિશયલ આંકડા અનુસાર ચીનની કુલ વસ્તી 1.4 અબજ છે. વધી રહેલી વસ્તી ચીન માટે લાંબા સમયથી આર્થિક અને સામાજિક પડકાર બની રહી છે. ચીનની સરેરાશ વસ્તી વધુને વધુ વૃદ્ધ થઈ રહી છે, જેના કારણે કાર્યબળમાં ઘટાડો થઈ શકે છે અને સમય જતાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે. ગયા વર્ષે ની સરખામણી કરીએ તો લગભગ 90 લાખ બાળકોનો જન્મ થયો હતો. ચીને ‘ફક્ત એક બાળકની નીતિ અપનાવીને વધતી વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે ચીન એક અલગ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.  ચીન સરકાર 2016થી વસ્તી વધે તે માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ સમસ્યા એ સામે આવી કે કોઈ મોડા લગ્ન કરી રહ્યા છે તો અમુલ લોકો બેબી પ્લાનિંગ લેટ કરી રહ્યા છે. તો હજુ ઘણા લોકો માત્ર એક જ બાળકની નીતિ અપનાવી રહ્યા છે.

આ પણ વાચો: અફઘાનિસ્તાનની જનતા નથી સેફ, ફરી થયો મોટો ઘડાકો

ભારતની વસ્તી આસમાને પહોંચી
વર્ષ 1951માં 36.10 કરોડ,  વર્ષ 1961માં 43.89 કરોડ, વર્ષ 1971 માં 54.79 કરોડ, વર્ષ 1981માં 68.51 કરોડ, વર્ષ 1991માં 83.85 કરોડ, વર્ષ 2001માં 1.028 અબજ, વર્ષ 2011માં 1.21 અબજ ભારતની વસ્તી સરકારી આંકડા મુજબ છે.UNFPAની સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023 અનુસાર  2023 માં ભારતની વસ્તી 1,428,627,663 છે, જે 2022 કરતાં 0.81% વધુ છે. 2022 માં ભારતની વસ્તી 1,417,173,173 હતી, જે 2021 કરતા 0.68% વધુ હતી. 2022 માં ભારતની વસ્તી 1,417,173,173 હતી, જે 2021 કરતા 0.68% વધુ હતી.  દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા પાંચ દેશમાં ભારત, ચીન, અમેરિકા, ઈંડોનેશિયા, પાકિસ્તાન આવે છે.

ગુજરાતની વસ્તીમાં સતત વધારો
1991માં રાજ્યની વસ્તી 4.13 કરોડ, ઈ.સ. 2001માં 5.06 કરોડ, ઈ.સ. 2011માં 6.04 કરોડે પહોંચી હતી અને હવે 7.10 કરોડને પાર થઈ ગઈ છે. એન.સી.આર.બી.ના. 2022 ના દેશમાં ક્રાઈમ અંગે જારી રિપોર્ટ મુજબ ગુજરાતની વસ્તી 7.09 કરોડ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. NFHS છેલ્લા સર્વે મુજબ ગુજરાતની વસ્તી અંદાજે 7.16 કરોડ છે.  2022માં અમદાવાદની 63.52 લાખ અને સુરતમાં 45.85 લાખ લોકોની વસ્તી નોંધણી હતી. 2001-02 ની વાત કરવામાં આવે તો આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ  પાંચ કરોડ ગુજરાતીઓ…શબ્દોચ્ચારણ વારંવાર બોલતા હતા. એક અંદાજ મુજબ હવે ગુજરાતની વસ્તી 7 કરોડને પાર થઈ ગઈ છે.

આ પણ વાચો: રાષ્ટ્રપતિની પસંદગી માટે તાઈવાનમાં આજે મતદાન, ચીનની અવડચંડાઇ