January 22, 2025

ચીનની જે લેબમાંથી નીકળ્યો હતો કોરોના… ત્યાંથી જ લીક થયો વધુ એક જીવલેણ વાયરસ!

China Virus News : એક સમયે આખી દુનિયામાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ જે ચીની લેબમાંથી બહાર આવ્યો હતો તેને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એક સંશોધનમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ જ લેબમાંથી પોલિયોનો અત્યંત વિકસિત સ્ટ્રેન લીક થયો હતો. 2014માં ચીનના અનહુઈ પ્રાંતમાં 4 વર્ષનો બાળક આ વાયરસથી સંક્રમિત થયો હતો. આ લેબનું નામ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી છે અને અમેરિકન એજન્સી FBIનું માનવું છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ પણ આ લેબમાંથી જ થઈ છે.

ફ્રાન્સની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે WIV14 નામનો આ સ્ટ્રેન વુહાનની લેબમાં સંગ્રહિત પોલિયો વાયરસના પ્રકાર સાથે આનુવંશિક રીતે 99 ટકા મેળ ખાય છે. આ સંશોધને ફરી એકવાર ચાઈનીઝ લેબમાં સેફ્ટી પ્રોટોકોલને લઈને પ્રશ્નો અને ચિંતાઓનો સિલસિલો શરૂ કર્યો છે. કોવિડ -19 વૈશ્વિક રોગચાળામાં તેમની શંકાસ્પદ ભૂમિકા માટે ચીનની પ્રયોગશાળાઓ પહેલેથી જ શંકાની નજરે જોવામાં આવી રહી છે. હવે આ નવું સંશોધન ચીનની લેબ્સ પ્રત્યેના વલણને વધુ ગંભીર બનાવી શકે છે.

સંશોધનમાં શું સામે આવ્યું?
આ સંશોધન પોલિયોના WIV14 સ્ટ્રેવન સાથે સંબંધિત છે, જે 2014 માં પ્રથમ વખત બાળકના નમૂનામાં ઓળખવામાં આવ્યું હતું. તે સમયે અનહુઇ પ્રદેશમાં હાથ, પગ અને મોંના રોગના પ્રકોપ વચ્ચે બાળકનું નિદાન થયું હતું. બાળકમાં WIV14 મળી આવ્યા બાદ વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા. આનુવંશિક પૃથ્થકરણથી જાણવા મળ્યું કે WIV14 સ્ટ્રેઈન સોકેટ એ સ્ટ્રેન જેવો જ છે, જે 1950ના દાયકામાં વિકસાવવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ રસીના ઉત્પાદનમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પુતિનને લઈને ચોંકાવનારું સત્ય આવ્યું સામે… ગર્લફ્રેન્ડના બે દીકરા અને મહેલ, જીવે છે સીક્રેટ લાઈફ

આ રિપોર્ટ સામે આવ્યા બાદ ચીનની પ્રયોગશાળાઓ પર ફરી સવાલો ઉઠવા લાગ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીન સરકાર દ્વારા નિયંત્રિત લેબમાંથી કોરોના વાયરસ લીક ​​થયો હતો. જો કે ચીને આ વાતને નકારી કાઢી છે. પરંતુ, અમેરિકા સહિત ઘણા દેશો આ માટે ચીનને જવાબદાર ઠેરવે છે. અહેવાલો અનુસાર, કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચીડિયામાંથી થઈ છે અને વુહાનની લેબમાં ચામાચીડિયા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જ્યાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો તે જગ્યા આ લેબની નજીક છે.