કોરોના મહામારી બાદ ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી? ચીનના વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
China Virus: કોરોના પછી નવો વાયરસ ચીનમાં આવ્યો હોવાની વાત સતત મીડિયામાં સામે આવી રહી છે. હવે આ અંગે ચીને નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશીઓ માટે ચીનનો પ્રવાસ સુરક્ષિત છે.
આ પણ વાંચો: બુમરાહ મેચ વચ્ચે થયો ઈજાગ્રસ્ત, વીડિયો થયો વાયરલ
ચીનના મંત્રાલયે કહી આ વાત
વિદેશીઓ માટે ચીનનો પ્રવાસ સુરક્ષિત છે. “શિયાળાની ઋતુમાં શ્વસન ચેપ ટોચ પર હોય છે.” ‘ચીનમાં મુસાફરી કરવી સલામત છે. ગયા વર્ષની સરખામણીમાં આ બિમારીઓ ઓછી ગંભીર જોવા મળી રહી છે. ચીનમાં મુસાફરી કરવી સલામત છે. ચીનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે ચીનમાં બિમારી વધી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચીનની હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે.