ભૂકંપથી તિબેટમાં તબાહી, 53 લોકોના મોત 62 ઈજાગ્રસ્ત

Earthquake: તિબેટ અને નેપાળમાં વહેલી સવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારત અને બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર તિબેટ હતું. જ્યાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે. 62 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: ધુમ્મસથી યુપી-બિહાર જનારી ટ્રેનોના બદલાયા રુટ, અનેક ટ્રેનો કરાઈ રદ