November 23, 2024

કચ્છમાં ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા મામલે પકડાયેલ બાળકોને બાળ ગૃહમાં મોકલાયા

કચ્છ: સરહદી જિલ્લા કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જદોડરમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરી મંદિર પર ધ્વજ લગાવવા મામલે કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 4 સગીર વયના બાળકોનો પણ સમાવેશ થતો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ 4 કિશોરોને કોર્ટ દ્વારા બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

નખત્રાણાના કોટડા જદોડરમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરી મંદિર પર ધ્વજ લગાવવા મામલે કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં 4 સગીર વયના બાળકોનો પણ સામેલ હતા. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ બાળકોમાં મૌલાના બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જડોદર ગામમાં હાલ શાંતિપુર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.

ધરપકડ કરવામાં આવેલ અન્ય શખ્સોમાં મૌલાના ગુલામ હુસૈન જાફર, આસિફ પઢિયાર, સાહિલ મંધરા, હનીફ મંધરાનો સમાવેશ થાય છે. આવતીકાલે પોલીસ દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગ કરવામાં આવશે. હાલ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.