December 22, 2024

બનાસકાંઠાની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામના જળસંચયની કરી સમીક્ષા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના કુંભારખા ગામે મુખ્યમંત્રીએ જળસંચયની સમીક્ષા કરી હતી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તળાવ ખોદવાનું કામ શરૂ થયું છે જેનું મુખ્યમંત્રી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જળસંચયના કામ થકી અને તળાવમાં પાણી આવવાથી સરહદ વિસ્તારના સાત ગામોને લાભ થશે.

પાણી ને લઈ ને સમગ્ર જિલ્લામાં જળસંચયની કામગીરી થઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારમાં ખાસ કરીને પાણીની અસત છે પાણીના તલ પણ નીચા છે અને તેની સમીક્ષા કરી અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તળાવ નિર્માણ ની કામગીરી થઈ રહી છે બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં પાણીની ખેંચને કારણે વારંવાર મુશ્કેલીઓ સર્જાય છે જેથી સરકાર દ્વારા જળસંચયનું કામ સરહદી વિસ્તારમાં થઈ રહ્યું છે ત્યારે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તળાવનું નિર્માણ થઈ રહ્યું છે.

આ તળાવમાં પાણી આપવાથી સરહદી વિસ્તાર ના સાત ગામો ને ફાયદો થશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ તળાવનું નિર્માણ થઈ રહ્યું છે અને જળસંચયના કામ થકી આગામી સમયમાં જે પાણીના તળા છે એ ઊંચા આવવામાં સરળતા રહેશે જ્યારે જે તે વિસ્તારમાં તકલીફ છે ત્યાં પણ જળસંચયના કામો થઈ રહ્યા છે.