January 21, 2025

ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, જમીન ખરીદવામાં નહીં થાય હવે મુશ્કેલી

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. સ્વાગત ઓનલાઈનમાં મળેલી ખેડૂતોની રજૂઆતો ઉપર ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટિવ અને પરિણામકારી અભિગમથી ત્વરિત નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગાંધીધામમાં પોલીસને પેટ્રોલિંગ સમયે મળી આવ્યો કરોડોની કિંમતનો માદક પદાર્થ

ખેડૂતોના વ્યાપક હિતમાં નિર્ણય
આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા.