છોટાઉદેપુરમાં પાણીની સમસ્યા, ખેડૂતને મોલ સુકતો જોઈને રોવાના દિવસો આવ્યા

Chhota Udepur: પાછલા 5 થી 10 વર્ષો પહેલા ભૂગર્ભ જળથી તરબતર એવા છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના કિનારે વસેલા ગામો સિંચાઈ તેમજ પીવાના પાણીથી અતિ સમૃદ્ધ હતા. એમાંનું એક ગામ એટલે ઐતિહાસિક તેલાવ માતાના ડુંગરની તળેટીમાં વસેલું એવું બારાવાડ ગામ. જ્યાં કહી શકાય કે પેઢીઓથી પાણીની કોઈ જ તંગી પડી નથી કાળા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જ્યાં 24 કલાક પાણી ચાલતા હતા અને તેલાવ માતાની તળેટીમાં આવેલા તળાવમાં પણ બારેમાસ પાણી રહેતું હતું જ્યાં પશુ પંખી ઢોરઢાખર અને જનાવર પીવા આવતા હતા.
જ્યારે મધ્યાહન હશે ત્યારે શું પરિસ્થિતિ હશે
એવું તળાવ પણ હાલ સુકુ ભઠ્ઠ નજરે પડે છે. કુવા બોરવેલ ફેલ ગયા છે. ખેતી નિષ્ફળ જવાના આરે આવીને ઊભી છે. જગતના તાત એવા ખેડૂતનો ઉભો મોલ સુકાઈ રહ્યો છે. ગૃહિણીઓને રાંધવાના પાણીને લઈ કાળો કકળાટ છે. નળ તો છે પણ નળમાં જલ નથી. આમાં સૌથી વધારે મુશ્કેલીઓ છે પશુપાલકોને. નળમાં માત્ર પાંચ દસ મિનિટ પાણી આવે છે. જેમાં રાંધવા માટે પાણી ભરવું કે પશુઓને પીવડાવવા માટે પાણી ભરવું એ ખૂબ મોટો પ્રશ્ન છે. અગાઉના સમયમાં તો તળાવમાંથી પણ પાણી પીવડાવી શકાતું હતું જે હાલ સુકુ ભટ્ટ છે. બોરના પાણી પણ માંડ માંડ ચાલી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઉનાળો જ્યારે મધ્યાહન હશે ત્યારે શું પરિસ્થિતિ હશે. એ કલ્પનાનો જ વિશે રહ્યો. આ વિષયને ઊંડાણમાં જોઈએ તો આનું કારણ છે. ઓરસંગ નદીના પટમાં થયેલું બેફામ રેત ખનન. ઓરસંગ નદી 50-60 ફૂટ જેટલી ઊંડી ખોદાઈ જતાં આ વિસ્તારના પર્યાવરણ અને જન જીવનને ખુબ માઠી અસર પહોંચી છે. સિંચાઇના સ્તોત્ર એવા કૂવા બોરમાં પાણી ન સ્તર નીચા જતાં રહેતાં હવે પાણી ચાલતા નથી. જેના કારણે જગતના તાત ખેડૂતને પોતાનો ઊભો મોલ સુકતો જોઈ ને રોવાના દિવસો આવ્યા છે.