December 25, 2024

બોડેલીના જબુગામ પાસે ગમખ્વાર અકસ્માત, બાઇકસવારે અડફેટે લેતા શ્રમજીવીનું મોત

છોટા ઉદેપુરઃ બોડેલીના જબુગામ ખાતે હાઇવે નં.56 પર બાઈક ચાલકે શ્રમજીવીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. નેશનલ હાઇવે નં.56 પર આવેલા પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો છે.

બાઈકચાલકે રાહદારીને અડફેટ લેતાં મોત નીપજ્યું છે. ભેળિયા ડાહ્યાભાઈ નામના શ્રમજીવીનું મોત થયું છે. અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત થતા 108ને જાણ કરવામાં આવી હતી. પરંતુ 108 સ્થળ પર પહોંચે તે પહેલાં રાહદારીનું મોત થયું છે.

બાઈક સવાર અકસ્માત કરી બાઈક મૂકી ફરાર થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે બાઈક સવારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.