December 14, 2024

છોલે ભટુરેનો ટેસ્ટ હોટેલમાં ખાતા હોય એવો આવશે, ઘરે બનાવો આ રેસીપીથી

Chhole-Bhature Recipe: શિયાળાની સિઝન આવી ગઈ છે. ત્યારે રોજ નવું નવું ખાવાનું મન થતું હોય છે. ત્યારે અમે પણ તમારા માટે રોજ અલગ અલગ પ્રકારની રેસીપી લઈને આવી રહ્યા છે. ટાઢીબોળ સાંજમાં તીખું તમતમતું ખાવાનું મન થતું હોય છે. ત્યારે અમે તમારા માટે આજે છોલે-ભટુરેની રેસીપી લઈને આવ્યા છીએ. જેનો સ્વાદ હોટલ કરતા પણ સારો આવશે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ છોલે-ભટુરે.

ભટુરે બનાવવાની સામગ્રી
2 કપ લોટ
તળવા માટે તેલ
1/2 કપ સોજી
1/2 ચમચી મીઠું
1/4 ચમચી બેકિંગ પાવડર
1/4 કપ દહીં

ભટુરે બનાવવાની રેસીપી
તમારે પ્રથમ એક બાઉલમાં લોટ લેવાનો રહેશે. હવે તમારે તેમાં દહીં, સોજી, મીઠું, નાંખીને મિક્સ કરી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં પાણી નાંખીને લોટ બાંધી લેવાનો રહેશે. ઓછામાં ઓછું 2 કલાક સુધી તેને ઢાંકીને રાખો. ગૂંથેલા લોટમાંથી હવે તમારે ભટુરે તૈયાર કરવાના રહેશે. તેલને ગરમ કરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

છોલે બનાવવા માટેની સામગ્રી

1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન છોલે મસાલો
1 કપ ચણા
1 મોટી ડુંગળી
2 ટામેટાં
2-3 લીલા મરચાં
1 ચમચી તેલ
1 ચા કપ ટામેટાની પ્યુરી
સ્વાદ મુજબ મીઠું

આ પણ વાંચો: હવે ઈઝી રીતથી ઘરે બનાવો શક્કરિયાનો હલવો, શરીરમાંથી સ્ફૂર્તિ ઘટશે નહીં

છોલે બનાવવાની રીત
પ્રથમ તમારે કૂકર લેવાનું રહેશે. હવે તમારે તેમાં લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, ડુંગળી, ટામેટા અને ઉપરથી છોલેનો મસાલો નાંખો. હવે તમારે તેમાં ટમેટાની પ્યુરી નાંખવાની રહેશે. આ પછી તમારે તેમાં મીઠું નાંખવાનું રહેશે. આ પછી તમારે તેમાં પલાળેલા ચણા એડ કરવાના રહેશે. આ પછી 5-6 સીટી વગડે ત્યાં સુધી રાખો. આ પછી ઉપરથી તેમાં તમારે કોથમીર અને લીબું ઉમેરવાનું રહેશે. તો ત્યારે છે તમારા છોલે ભટુરા.