બીજાપુર બોર્ડર પર 18 નક્સલીઓ ઠાર, 1 જવાન શહીદ

Chhattisgarh: ભારતના વિવિધ રાજ્યોમાં નક્સલવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આજના દિવસે 18 નક્સલીઓ માર્યા ગયા છે. જોકે દુઃખદ વાત એ છે કે આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના એક જવાને પણ જીવ ગયો છે.

આ પણ વાંચો: Champions Trophy 2025માં એક પણ મેચ રમ્યા વિના આ 3 ખેલાડીઓ બન્યા કરોડપતિ

સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું
પોલીસે આપેલી માહિતી પ્રમાણે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. . સવારે 7 વાગ્યાથી, આ વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં 8 નક્સલીઓ માર્યા ગયા હતા. બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના એક જવાનનું મોત નીપજ્યું છે. આ વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.