KKRના ખેલાડીની સાંસારિક ઈનિંગ્સ શરૂ, ગર્લફ્રેન્ડ સાથે ફર્યા ફેરાં

Chetan Sakariya Wedding: ચેતન સાકરિયાએ ભારત-શ્રીલંકા પ્રવાસ પહેલા નવી ઇનિંગની શરૂઆત કરી છે. ચેતને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ચેતન સાકરિયાના ને KKR દ્વારા IPL 2024માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ના હતી. આ પહેલા તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.
જીવનની નવી ઇનિંગ શરૂ
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના લગ્ને પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. તે બંને લાંબા સમયથી સાથે હતા. તેણે તેની ગર્લફ્રેન્ડ મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા હતા. તેણે ગયા મહિને મેઘના સાથે સગાઈ કરી હતી. હવે તેણે લગ્ન કરી લીધા છે. તેની આ નવી ઇનિંગની શરૂઆતથી તમામ ખેલાડીઓ અભિનંદન પાઠવી રહ્યા છે. જયદેવ ઉનડકટે પણ તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા.
મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા
જયદેવ ઉનડકટે ભારતીય ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. પોસ્ટ કરીને લખ્યું કે પ્રિય ચેતન, તમારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તમને કેટલાક શાનદાર સ્પેલ બોલિંગ કરતા અને મેચ જીતતા જોયા છે, પરંતુ દેખીતી રીતે આ તમારા જીવનનો સૌથી લાંબો અને સૌથી મહત્વપૂર્ણ સ્પેલ હશે. આ સાથે તેમણે શુભકામના પાઠવી હતી. ચેતનની કારકિર્દીની સૌથી યાદગાર સિઝન આઈપીએલ સિઝન 2021 હતી. કારણ કે તે સમયે તેણે 14 વિકેટ ઝડપી હતી.