November 15, 2024

તમારા ઘરે જે મધ છે એ અસલી છે કે નકલી, આ રીતે કરો ચેક

અમદાવાદ: બાળકોથી લઈને મોટા લોકો સુધી મઘનું સેવન કરવું સારુ માનવામાં આવે છે. પહેલાના સમયમાં મધ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના દેશી નુસ્ખા માટે ઉપયોગમાં લેતા હતા, પરંતુ આજકાલ મધનું સેવન કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. આજકાલ લોકો ખાંડના ઓપશનમાં મધનું સેવન કરે છે. ઘણા લોકોની દિવસની શરૂઆત મધથી થાય છે. વજન ઘટાડવાથી લઈને વજનને નિયંત્રણમાં રાખવા સુધીના મધના અનેક ફાયદા છે, પરંતુ જો તમે અસલીની જગ્યાએ નકલી મધનું સેવન કરો છો તો તેના નુકસાન ઘણા જ છે. તો હવે તમે ખાઈ રહ્યા છો એ મધ અસલી છે કે નકલી તેને ચેક કરવાની રીત ખુબ જ સરળ છે.

પાણીમાં નાખીને ચેક કરો
અસલી અને નકલી મધની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ કેટલિક ટ્રિક્સના ઉપયોગ તેની શુદ્ધતાની ઓળખ સરળ રીતે થઈ શકે છે. મધને ચેક કરવા માટે કાચના ગ્લાસમાં સાદુ કે થોડુ ગરમ પાણી લો. તેમાં એક ચમચી મધ નાખો, પરંતુ તેને મિક્સ ના કરો. એ બાદ જોઓ કે મધ તળીયે બેસી જાય છે તો એ અસલી છે અને જો તે પાણીમાં ભળવા લાગે છે તો એ મધ નકલી છે.

આ પણ વાંચો: ધરપકડથી બચવા સાહિલ ખાન 4 દિવસમાં 1800 કિલોમીટર ફર્યો

મધની રચના તપાસો
વાસ્તવિક અને નકલી મધને ઓળખવા માટે, તમે તેની રચના ચકાસી શકો છો. આ માટે તમારા અંગૂઠા પર મધનું એક ટીપું મૂકો અને પછી તમારી આંગળીથી તપાસો કે તેમાં તાર કેવી રીતે બનેલો છે. અસલી મધમાં જાડા તાર બને છે, જ્યારે નકલી મધમાં તારની જાડાઈ ઘણી ઓછી જોવા મળે છે.

તમે આ રીતે પણ ઓળખી શકો છો
મધની શુદ્ધતા ચકાસવા માટે, તેને કાગળ પર રેડો અને પછી તેને થોડીવાર માટે છોડી દો. અસલી મધનું ટીપું રહેશે અને કાગળ તેને શોષી શકશે નહીં, જ્યારે નકલી મધની જાડાઈ ઓછી હોવાને કારણે કાગળ તેને શોષી લેશે. આ રીતે તમે ભેળસેળયુક્ત અને શુદ્ધ મધને ઓળખી શકો છો.