January 9, 2025

ફોનને સાર્વજનિક સ્થળે ચાર્જ ના કરો, સરકારે જાહેર કર્યું એલર્ટ

અમદાવાદ: આજના સમયમાં કોઈ ફોન વગર રહી શકતા નથી. દરેકના હાથમાં ફોન હોય જ. દિવસમાં તમે વધારે ફોનનો વપરાશ કરવાના જ છો જેના કારણે તમારા ફોનની બેટરી ઓછી થઈ જ જવાની છે. મુસાફરી દરમિયાન અથવા તો સાર્વજનિક સ્થળે ચાર્જિંગ પોર્ટ જોવા મળે તો દરેક યુઝર ફોનને ચાર્જ કરવાનું પસંદ કરી લે છે. પરંતુ આવું કરવાના કારણે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ વિશે સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

સરકારે જાહેર કર્યું એલર્ટ
જો તમે સાર્વજનિક સ્થળે ચાર્જિંગ પોર્ટની સુવિધા ઉપયોગ કરો છો. તો ચેતી જ્જો. સરકારે સ્માર્ટફોન યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. તમે જાહેર સ્થળ પર ફોન ચાર્જ કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કારણ કે સ્કેમર્સ આ ચાર્જિંગ પોર્ટને પોતાનું નિશાન બનાવે છે અને આવા ર ચાર્જિંગ પોર્ટ પર એવો વાયરસ નાંખી દે છે કે જેના કારણે જો તમે એ ચાર્જિંગ પોર્ટ પર ફોન ચાર્જ કરો છો તો તમારા ફોનના તમામ ડેટા ચોરાઈ શકે છે. આ સાથે તમારા ડેટા પણ વાયરલ થઈ શકે છે.

આ રીતે બચો
સ્માર્ટફોન વપરાશકર્તાઓએ તેમના ફોનની બેટરી પર ધ્યાન આપવું જોઈએ. જેના કારણે જો તમારા ફોનની બેટરી ફુલ હશે તો તમારે કોઈ પણ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવાનો રહેશે નહીં જેના કારણે તમારે ચાર્જર કૌભાંડમાં નહીં ફસાઈ. જેમ બને તેમ સાર્વજનિક સ્થળે હાજર કોઈપણ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરશો નહીં. તમે ઇલેક્ટ્રિકલ વોલ આઉટલેટનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે તમારી સાથે પાવર બેંક પણ રાખી શકો છો. તમારો ફોન લોક રાખો અને કોઈ ણ ઉપકરણો સાથે જોડીના દો. જો તમે ફોન સ્વિચ ઓફ કરી શકો તેમ હોવ તો ફોનને બંધ કર્યા બાદ જ ચાર્જ કરો. જેનાથી તમારા ડેટા કોઈ અન્ય વ્યક્તિના હાથમાં નહીં આવે.