January 21, 2025

ચાર ચાર બંગડી વાળું ગીત નહીં ગાઈ શકે કિંજલ દવે

કિંજલ દવે ગીત વિવાદ: ચાર ચાર બંગડી ગીતનો વિવાદ રોકાવાનું નામ લઇ રહ્યો નથી. આ ગીતને લઇને પ્રખ્યાત થયેલી સિંગર કિંજલ દવે ફરી એક વખત મુશ્કેલીમાં જોવા મળી રહી છે. કિંજલ દવે હજૂ પણ આ ગીત ગાઇ શકશે નહીં. હાઇકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં આ ગીત ગાલા પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે આગામી આદેશ સુધી કિંજલ દવે જાહેરમાં આ ગીત ગાઇ શકશે નહીં.

મળતી માહિતી અનુસાર ચાર ચાર બંગડી વાળી ગાડી…ગીતને લીધે સિંગર કિંજલ દવેની મુશ્કેલીઓનાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ.એ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઇકોર્ટમાં અપલી બાદ કોર્ટે કિંજલ દવેના જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી દીધી છે. આ અંગે હવે 6 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 30 જાન્યુઆરીએ કિંજલ દવેએ ચાર ચાર બંગડીવાળી ગાડી કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો. રેડ રિબન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપની આ ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો હતો. ત્યારે સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.

જાણો શું છે મામલો?

ચાર બંગડીવાળી ગાડી ગીતના વિવાદમાં સિંગર કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ ફરિયાદી પાસે કોપીરાઈટ હક્કો છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ આ ગીત ગાયુ જેના કારણે ફરિયાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે.