January 23, 2025

માત્ર 5 દિવસમાં 785 કરોડની કમાણી, Chandrababu Naiduના પરિવાર પર પૈસાનો વરસાદ

નવી દિલ્હી: ગત કેટલાક દિવસોમાં રાજનીતિથી લઈ શેર માર્કેટમાં TDP મુખિયા ચંદ્રબાબુ નાયડૂ છવેયાલા છે. શેર બજારમાં નાયડૂ સાથે જોડાયેલી કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં ગજબનું રિટર્ન આપ્યું છે. જેમાં તેમના પરિવારની એક મોટી ભાગીદારી છે. ગત પાંચ દિવસો દરમિયાન આ કંપની દ્વારા શાનદાર રિટર્ન આપ્યા બાદ ચંદ્રબાબુના પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો નોંધાયો છે.

ટીડીપીના મુખિયા ચંદ્રબાબૂ નાયડૂની આ કંપની હેરિટેજ ફુડ્સ લિમિટેડ છે. આ કંપનીની સ્થાપના 1992માં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ દ્વારા કરવામાં આવી હતી. જેના ત્રણ વ્યાવસાયિક વિભાગ ડેરી, ખુદરા વેપાર અને ખેતી છે. કંપનીની એક્સચેંજ ફાઇલિંગ અનુસાર, એન ચંદ્રબાબુ નાયડૂના પુત્ર નારા લોકેશ હેરિટેજ ફુડ્સના પ્રમોટરમાંથી એક છે. 5 દિવસમાં આ સ્ટોકે રોકાણકારોને 55.79 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત એક મહિનામાં આ શેર 101 ટકાથી વધુ ઉછળ્યા છે. આ સ્ટોક હેરિટેજ ફુડ્સ લિમિટેડ છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી આ ચાર સાંસદ મંત્રીપદના શપથ લેશે, શાહ-માંડવિયા રિપિટ

આ દિવસે લાગી અપર સર્કિટ
હેરિટેજ ફુડ્સના શેર શુક્રવારે 10 ટકાની અપર સર્કિટ સાથે 661.25 રૂપિયા પર બંધ થયો, જે 52 સપ્તાહનું હાઇલેવલ હતું. આ શેર ગત ત્રણ દિવસોથી અપર સર્કિટ લગાવી રહ્યો છે. તેના 52 સપ્તાહનું નીચેનું સ્તર 06.60 રૂપિયા રહ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 3,956 કરોડ રૂપિયા છે.

ચંદ્રબાબુ નાયડૂના પરિવારે 785 કરોડની કમાણી કરી
હેરિટેજ ફુડ્સના શેરમાં ધુંવાધાર તેજીના કારણે નાયડૂ પરિવારની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. બીએસઈ શેર હોલ્ડિંગ અનુસાર, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચંદ્રબાબુ નાયડૂના પરિવારની સંપત્તિ કુલ 35.71% છે, જે 3,31,36,005 શેરની બરાબર છે. આ શેર પર છેલ્લા પાંચ દિવસ દરમિયાન 237 રૂપિયાનો વધારો થયો છે. આવામાં કુલ લાભ 785 કરોડ રૂપિયા થઇ ગયો છે.

કોની કેટલી સંપત્તિ?
નાયડૂના પુત્ર નારા લોકેશ 31 માર્ચ 2024 સુધીમાં લગભગ 10.82% ભાગીદારી સાથે હેરિટેજ ફુડ્સના પ્રમોટર છે. અન્ય પ્રમોટરોમાં ભુવનેશ્વરી નારા અને દેવાંશ નારા સામેલ છે. જેમની પાસે કંપનીમાં ક્રમશ: 24.37 ટકા અને 0.06 ટકાની ભાગીદારી છે. હેરિટેજ ફૂડ્સમાં 0.46% ભાગીદારી ધરાવનાર નારા બ્રાહ્મણી વહૂ છે.

(નોટ: કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી)