December 28, 2024

ચાંદીપુરા વાયરસના 13 નવા શંકાસ્પદ કેસ નોંધાયા, 5 દર્દીનાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસ જોવા મળ્યા છે. જેમાં ગઈકાલે 13 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ક્યાં ક્યાં નવા શંકાસ્પદ કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ, અરવલ્લીમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ખેડામાં 1 કેસ, મહેસાણામાં 1 કેસ, નર્મદામાં 1 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ અને રાજકોટમાં 1 કેસ સામે આવ્યો છે.

ચાંદીપુરા વાયરસનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તો રાજ્યમાં કુલ 5 દર્દીઓના મોત નીપજ્યા છે. મહીસાગરમાં 1, બનાસકાંઠામાં 2, ખેડામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત હાલ 46 દર્દી દાખલ છે અને 1 દર્દીને રજા આપવામાં આવી છે.