News 360
Breaking News

CT 2025: ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લેવાની આજે ખાસ તક

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયા આજના દિવસે ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. બંને ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરશે. ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની રેસ પણ હશે. બંને ટીમો 25 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકબીજા સામે રમશે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડની ટીમ સાથે બદલો લેવાની તક છે.

આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 118 વનડે રમાઈ
ICC ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ 20 વખત આમને સામને આવી છે. જેમાં ન્યુઝીલેન્ડની ટીમનો હાથ ઉપર રહ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ 12 વખત જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા 6 મેચ જીતવામાં સફળ રહ્યું હતું. 2 મેચ એવી હતી જે કેન્સલ કરવામાં આવી હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 118 વનડે રમાઈ છે,જેમાં ટીમ ઈન્ડિયાની 60 અને ન્યુઝીલેન્ડની 50 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. 7 મેચ એવી હતી કે જેનું કોઈ પરિણામ આવ્યું નથી. બંને ટીમો વચ્ચે 2019 ODI વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ યાદગાર રહી હતી. ન્યુઝીલેન્ડની ટીમ 18 રનથી જીતવામાં સફળ રહી હતી.