Champions Trophy 2025 સેમિફાઇનલમાં ભારત કઈ ટીમ સામે રમશે? જાણો તમામ માહિતી

Champions Trophy: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચ જીતી લીધી છે. જેના કારણે હવે ટીમ ઈન્ડિયાનું સેમિફાઇનલમાં નામ નિશ્ચિત થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાની સાથે ટીમ ન્યુઝીલેન્ડ પણ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. હવે તમને સવાલ થતો હશે કે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ મેચ ક્યારે અને કોની સામે રમાશે. આવો જાણીએ.

આ પણ વાંચો: જુવારની રોટલી ખાઈ ખાઈને કંટાળી ગયો છો તો આ રીતે બનાવો ઢોસા, વજન તો બિલકુલ નહીં વધે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ક્યારે રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ 4 માર્ચેના રમાશે. બપોરે 2.30 વાગ્યે આ મેચ શરૂ થશે. ટોસ બપોરે 2 વાગ્યે કરી દેવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીનો બીજો મુકાબલો 5 માર્ચેના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પણ બપોરે 2.30 વાગ્યે આ મેચ શરૂ થશે. ટોસ બપોરે 2 વાગ્યે કરી દેવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો સેમિફાઇનલ મુકાબલો 4 માર્ચેના થશે. ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડની ટીમ સામે થશે.