January 17, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ આ દિવસે થશે જાહેર

Champions Trophy 2025 Schedule: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ખૂબ જ ઝડપથી તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે બીસીસીઆઈએ સૂચના આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. આવું જ્યારથી કહેવાયું છે ત્યારથી સમગ્ર મામલો ગરમાયો છે. જેના કારણે હજૂ સુધી શેડ્યુલની જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે હવે ટ્રોફીના શિડ્યુલને લઈને જાહેરાતને લઈને મોટી માહિતી આપી છે.

ટૂંક સમયમાં જાહેરાત
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. એક માહિતી પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ 22 નવેમ્બરે જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી હાલ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકારે હજૂ સુધી કોઈ નિવેદન આ વિશે આપ્યું નથી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

શહેરોમાં ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનું આયોજન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 નવેમ્બરે જાહેરાત કરી હતી. કે તે પાકિસ્તાન અને PoKના કેટલાક શહેરોમાં ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનું આયોજન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીને PoKના ત્રણ શહેરોમાં લઈ જશે. બીસીસીઆઈના વાંધાઓ પછી ટ્રોફી ટૂર અન્ય શહેરોમાં યોજવામાં આવી શકે છે.