ભારત સામે હાર્યા બાદ પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો સમીકરણ

IND vs PAK Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની શાનદાર સદીના આધારે માત્ર 4 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો. ત્યારે પાકિસ્તાન હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વહેલા બહાર થઈ જવાના ખતરોનો સામનો કરી રહ્યું છે. આ હાર સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું છે અને હવે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે તેને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
જાણો પાકિસ્તાન સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે?
ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની શક્યતા હવે તેમના હાથમાં નથી. તેમને 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની તેમની છેલ્લી મેચ જીતવાની જરૂર છે અને આશા છે કે, ન્યૂઝીલેન્ડ અથવા બાંગ્લાદેશ આગામી બંને મેચ હારી જાય. જો બાંગ્લાદેશ 24 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડને હરાવે છે અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીએ કિવીઓને હરાવે છે, તો પાકિસ્તાને 2 માર્ચે બ્લેક કેપ્સને હરાવવા માટે ભારત પર આધાર રાખવો પડશે. જો ભારત જીતે છે, તો ત્રણ ટીમો ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને બે-બે પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં વધુ સારા નેટ રન રેટવાળી ટીમ ગ્રુપ Aમાંથી સેમિફાઇનલમાં ભારત સાથે જોડાશે.
જાણો આ સમીકરણો
- બાંગ્લાદેશે રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડને હરાવવું પડશે.
- પાકિસ્તાને રાવલપિંડીમાં બાંગ્લાદેશને હરાવવું પડશે.
- ભારતે દુબઈમાં ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે.