December 19, 2024

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી અટક્યો, આ તારીખે લેવાશે નિર્ણય

Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે હજુ લાસ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજના દિવસે નિર્ણય આવવાની સંભાવનાઓ હતી. પરંતુ તે થયું નથી. આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહે આજે ચાર્જ સંભાળ્યો હતો. જેના કારણે આજના દિવસે નિર્ણય આવવાની સંભાવના હતી. પરંતુ એવું થયું નહીં. હવે બેઠક 7મી ડિસેમ્બર થવાની છે. તેમાં નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે કોમ્બિંગ નાઈટના બે સપ્તાહમાં જનતાને 93 લાખથી વધુ દંડ ફટકાર્યો

7મી ડિસેમ્બરે આવી શકે છે નિર્ણય
જય શાહનો આજે પ્રથમ દિવસ હતો. શનિવારના 7 ડિસેમ્બરના ફરી બેઠક થવાની છે. આ સમયે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર છે. આ મામલાનો નિર્ણય આવતાની સાથે શિડ્યુલની જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે હજૂ પણ આખરી નિર્ણય આવવાની રાહ જોવી પડશે. જય શાહના પ્રથમ દિવસે આ નિર્ણય આવ્યો નથી.