January 23, 2025

Champions Trophy 2025: આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે થશે આમનો સામનો

Champions Trophy 2025 Schedule: આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટનું સંભવિત શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આવો જાણીએ કે ભારત અને પાકિસ્તાન કયારે ટકરાશે.

આ પણ વાંચો: PM મોદીના વૈશ્વિક સન્માનમાં થયો વધારો, કુવૈતે આપ્યું ગાર્ડ ઓફ ઓનર

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી આવનારા વર્ષમાં પાકિસ્તાનમાં રમાવાની છે. આ ટૂર્નામેન્ટના સમગ્ર શેડ્યૂલને લઈને એક અપડેટ સામે આવી છે. જેમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 19 ફેબ્રુઆરીએ શકે તેવી સંભાવનાઓ છે. પાકિસ્તાનના ત્રણ શહેરોમાં કરાચી, લાહોર અને રાવલપિંડીમાં મેચનું આયોજન થઈ શકે છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ ગ્રુપ મેચ રમાવાની છે. શક્ચતાઓ એવી છે કે ભારતનો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામનો થઈ શકે છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચેના રમાઈ શકે છે. જોકે ICC તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.