ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ‘બુલેટ થ્રો’ કરનાર ખેલાડીને મળ્યો બેસ્ટ ફિલ્ડર મેડલ, કોચે કર્યા ભારે વખાણ

Champions Trophy 2025 India: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં દરેક મેચ પછી ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ખેલાડીને મેડલ આપીને સન્માન કરે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચને લઈને પણ એક ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્ડિંગ કોચે ખેલાડીની ખૂબ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે ટ્વીટ કરીને આ મોટી માંગ કરી
રવિન્દ્ર જાડેજાએ શ્રેષ્ઠ ફિલ્ડિંગ મેડલ જીત્યો
રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરીને શ્રેષ્ઠ ફિલ્ડિંગ મેડલ આપવામાં આવ્યો હતો. ફિલ્ડિંગ કોચે રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા હતા. અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઉપ-કેપ્ટન શુભમન ગિલે પણ કેચ છોડ્યા હતા.ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ પછી આપવામાં આવતો આ મેડલ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ પછી પણ આપવામાં આવ્યો હતો. ફિલ્ડિંગ કોચ ટી દિલીપે અગાઉ રોહિત શર્માની ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી અને તેને આ મેડલનો દાવેદાર ગણાવ્યો હતો. આખરે આ મેડલને રવિન્દ્ર જાડેજાને આપવામાં આવ્યો હકો,