ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવરાજ સિંહે કરી આ મોટી ભવિષ્યવાણી

Champions Trophy 2025 IND vs PAK: આવતીકાલે પાકિસ્તાન અને ભારતનો આમનો સામનો થવાનો છે. દુબઈ ભૂમી પર આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈમાં બંને ટીમ સતત પ્રેક્ટિસ કરી રહી છે. ટીમ ઈન્ડિયાને પહેલી મેચમાં જીત અને પાકિસ્તાને પહેલી મેચમાં હાર મળી છે. આ પછી હવે બંને ટીમનો સામનો દુબઈમાં થશે. હવે આ અંગે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર યુવરાજ સિંહે કેપ્ટન રોહિત શર્માને લઈને ભવિષ્યવાણી કરી છે. આવો જાણીએ શું કરી છે ભવિષ્યવાણી.
આ પણ વાંચો: IND vs PAK: રોહિત શર્મા ચાર છગ્ગા ફટકારતાની સાથે જ તોડશે સચિન તેંડુલકરનો આ મહાન રેકોર્ડ
યુવરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક મીડિયા સાથેની વાતમાં યુવરાજ સિંહે કહ્યું કે જો રોહિત શર્મા ફોર્મમાં હોય તો તે 60 બોલમાં પણ સદી ફટકારી શકે છે. એકવાર તેનું બેટ ચાલવા લાગે છે, તે ફક્ત ચોગ્ગાથી જ નહીં પણ છગ્ગાથી પણ રમતને આગળ લઈ જાય છે. રોહિત શોર્ટ બોલનો બેસ્ટ ખેલાડી છે. તમને જણાવી દઈએ કે રોહિત ફરી ફોર્મમાં પરત ફર્યો છે. ઇંગ્લેન્ડ સામેની વનડેમાં તેણે શાનદાર સદી ફટકારી હતી.