February 20, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તોડી બધી હદ, વીડિયો થયો વાયરલ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનને કરવા મળ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા કોઈ પણ મેચ પાકિસ્તાનમાં રમશે નહીં. ભારતની ટીમ તમામ મેચ દુબઈમાં રમશે. હવે આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તમામ હદ તોડીં નાંખી છે.

આ પણ વાંચો: પાટીદાર સમાજમાં ગામડામાં કોઈ છોકરી દેવા તૈયાર નથી: ગોરધન ઝડફિયા

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં પોતાની મેચ નહીં રમે
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની આ વખતે પાકિસ્તાનને આપી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જવાની નથી. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલ કે સેમફાઇનલમાં પહોંચે છે તો તે પણ એ પાકિસ્તાનમાં નહીં યોજાય. એ મેચ પણ દુબઈમાં યોજાશે. આ વચ્ચે કરાચી સ્ટેડિયમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તમામ મૂકવામાં આવ્યા છે. ખાલી ભારતનો જ ત્રિરંગો જોવા મળી રહ્યો નથી. કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ભારતીય ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.