December 26, 2024

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં? આખરી નિર્ણય PM મોદીના હાથમાં

ICC Champions Trophy 2025: આ વખતે પાકિસ્તાન વર્ષ 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનું છે. હવે મોટો સવાલ એ છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ. કારણ કે આ પહેલા બીસીસીઆઈએ પાકિસ્તાન આવવાનો ઈન્કાર કરી દીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ટીમ ઇન્ડિયા માટે હાઇબ્રિડ મોડલ લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે મોટું નિવેદન આપ્યું છે. આવો જાણીએ કે એવું શું નિવેદન આપ્યું છે કે જેના કારણે આ નિવેદનની થઈ રહી છે ચર્ચા.

મોદીના હાથમાં છે નિર્ણય
હજૂ સુધી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા પાકિસ્તાન જશે કે નહીં તે નક્કી થયું નથી. બીજી બાજૂ પાકિસ્તાન ટીમ ઈન્ડિયા તેમના દેશમાં આવે તે માટે પૂરા પ્રયાસ કરી રહ્યું છે. હવે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વાત કહી છે. જેમાં તેણે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને નિર્ણય હવે સંપૂર્ણપણે પીએમ મોદીના હાથમાં જોવા મળી રહ્યો છે. જો તેઓ સંમત થાય તો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જો તેઓ સંમત નહીં થાય તો જય શાહ માટે નિર્ણય લેવો ખુબ મુશ્કેલ બનશે.

આ પણ વાંચો: ડોમેસ્ટિક સિરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમવા ટીમ ઈન્ડિયા નક્કી, પ્રિન્સ ઓફ દ્રવિડ મેદાને

એશિયા કપ 2023માં આવું બન્યું
એશિયા કપ 2023ની યજમાની પણ પાકિસ્તાને કરી હતી, તે સમયે પણ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી હતી. જે બાદ એશિયા કપ 2023માં હાઇબ્રિડ મોડલ જોવા મળ્યું હતું. વર્ષ 2013 થી, બંને ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જોવા મળી નથી. જોકે મહત્વની વાત એ છે કે પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતનો પ્રવાસ કર્યો હતો.