આ 3 કારણોસર ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી મુશ્કેલ, આધારસ્તંભ ખેલાડીઓ જ બન્યા બોજ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 થરુ થવાને હવે થોડો સમય બાકી રહ્યો છે. બીજી બાજૂ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર ટીમ ઈન્ડિયાને મળી છે. બીજી ટીમમાં જે રીતે ખામીઓ છે એવી ખામીઓ ટીમ ઈન્ડિયામાં પણ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન જોવા મળી શકે છે. આવો જાણીએ એ કારણો વિશે જેના કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડી શકે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન
છેલ્લા ઘણા મહિનાઓથી રોહિત અને વિરાટનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે ટીમ ઈન્ડિયાના આ બંને ખેલાડીઓ મજબૂત સ્તંભ છે. જેના કારણે ટીમ ઈન્ડિયા માટે તેમનું પ્રદર્શન ચોક્કસ સમસ્યા છે. રણજી ટ્રોફીમાં આશા હતી કે બંને ખેલાડીઓ પોતાનું પ્રદર્શન બેસ્ટ કરશે. પરંતુ એવું થયું નહીં. જેના કારણે હવે ટીમ ઈન્ડિયામાં ચિંતા ચોક્કસ જોવા મળી રહી છે.

ODI મેચોની ઓછી પ્રેક્ટિસ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં રમાવાની છે. ગયા વર્ષમાં BCCIએ ટીમ ઈન્ડિયા માટે ODI સિરીઝનું ઓછું આયોજન કર્યું હતું.ખાસ વાત એ છે કે વનડે મેચોમાં ઓછી પ્રેક્ટિસ ભારતીય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ, ખેડૂતોમાં હર્ષની લાગણી

દુબઈમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ નસીબ
ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો હાઇબ્રિડ મોડેલ દુબઈમાં રમાવાની છે. ખાસ વાત તો એ છે કે દુબઈનું મેદાન ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ નિરાશાજનક છે. T20 વર્લ્ડ કપમાં જ્યારે દુબઈનું મેદાનમાં નિરાશા મળી હતી. જેના કારણે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટીમ ઈન્ડિયાને હરાવી શકે છે.