December 17, 2024

LSG માટે હોમ ગ્રાઉન્ડ પર જીતવાની ચેલેન્જ, PBKS સ્ટ્રેટજી બદલશે

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. લીગ તબક્કાની 11મી મેચ લખનૌના હોમ ગ્રાઉન્ડ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાશે. લખનૌ તેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે, જ્યારે પંજાબે બેમાંથી એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હોમ ગ્રાઉન્ડ પર રાહુલના ખેલાડીઓ સામે પહાડ જેવડો પડકારો છે. ગયા વર્ષે, જ્યારે બંને ટીમો છેલ્લી વખત IPLમાં મળી હતી. ત્યારે લખનૌએ 20 ઓવરમાં 257 રન બનાવ્યા હતા. જો કે બંને વચ્ચે લખનૌમાં રમાયેલી એકમાત્ર મેચ પંજાબે જીતી છે.

લખનૌની બેટિંગ મજબૂત 
લખનૌ સુપર જાયન્ટ્સને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ જીતની સ્થિતિમાં પહોંચી ગઈ હતી પરંતુ કેપ્ટન કેએલ રાહુલની 132ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહેલા અને નિકોલસ પૂરન ફિનિશ ન કરી શકવાના કારણે ટીમ હારી ગઈ હતી. હવે હોમ ગ્રાઉન્ડ પર ટીમના મોટાભાગના રન બનાવવાની જવાબદારી આ બે બેટ્સમેન પર રહેશે. જ્યારે બોલિંગની વાત કરવામાં આવે તો બોલર્સે બેટ્સમેનને જોઈને બોલિંગ કરવી પડશે. આ પહેલાની મેચમાં લખનઉના બોલર્સ એકધારી બોલિંગ કરતા એની પેટન્ટ ખબર પડી ગઈ હતી.

આ પણ વાંચો: કોઈ ઝગડો ‘વિરાટ’ કે ‘ગંભીર’ નથી, દિલ્હી પોલીસે શેર કર્યું મીમ્સ

બેસ્ટ પર્ફોમન્સ જરૂરી
લખનૌમાં ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઇનિસ અને આયુષ બદોની જેવા આક્રમક ખેલાડીઓ પણ છે. બોલરોમાં નવીન ઉલ-હકે લખનૌ સામેની પ્રથમ મેચમાં 2 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યા એકમાત્ર એવો બોલર હતો જેની ઈકોનોમી રેટ 5 કરતા ઓછો રહ્યો હતો. આવી સ્થિતિમાં ટીમને તેના બોલરોના સારા પ્રદર્શનની જરૂર છે. બોલિંગ લાઈનમાં લખનઉ ધ્યાન આપે તો મોટું કામ બની શકે છે. પંજાબે હોમ ગ્રાઉન્ડ પર તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે હારી ગઈ હતી. હવે ટીમ ફરીથી જીતના ટ્રેક પર પાછા ફરવા માટે લખનૌમાં પ્રવેશ કરશે, જ્યાં ટીમનો રેકોર્ડ સારો છે.

પંજાબની હાઈલાઈટ્સ સારી
પંજાબની બેટિંગ લાઇન અપ પણ ટોપ ક્લાસ છે. જોની બેયરસ્ટોએ કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કર્યું. તેના પછી ટીમ પાસે સેમ કુરન, જીતેશ શર્મા, લિયામ લિવિંગ્સ્ટન અને પ્રભસિમરન સિંહના રૂપમાં આક્રમક બેટ્સમેન છે. કરણ ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. બોલરોમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​હરપ્રીત બ્રારે 3 વિકેટ ઝડપી છે. RCB સામેની છેલ્લી મેચમાં તેણે બેંગલુરુની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર માત્ર 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, હર્ષલ પટેલ, રાહુલ ચહર અને કરણ જેવા અનુભવી બોલરો તેને સપોર્ટ કરવા હાજર છે.