January 8, 2025

કેન્દ્ર સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું બનાવશે સ્મારક, શર્મિષ્ઠા મુખર્જી PM મોદીને મળ્યા

Pranab Mukherjee: કેન્દ્ર સરકારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવા માટે ‘રાષ્ટ્રીય સ્મૃતિ’ સંકુલ (રાજઘાટ સંકુલનો એક ભાગ)ની અંદર એક સ્થળને ચિહ્નિત કરવાની પણ મંજૂરી આપી છે.

પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી
નોંધનીય છે કે, આ માહિતી લેખક અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને બાબાનું સ્મારક બનાવવાના તેમની સરકારના નિર્ણય માટે મારી હૃદયપૂર્વક પ્રશંસા અને આભાર વ્યક્ત કર્યો. આ વધુ એક પ્રશંસાપાત્ર છે કારણ કે અમે તે માટે પૂછ્યું ન હતું. હું વડાપ્રધાનના આ દયાળુ ભાવથી ખૂબ જ પ્રભાવિત થઇ છું.