ભારતની ‘વિરાટ’ જીત પર પાકિસ્તાનના લોકોએ કરી ઉજવણી, ‘કોહલી-કોહલી’ના લાગ્યા નારા

IND vs PAK: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની કારકિર્દીની 51મી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયામાં જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ દેશભરના તમામ ચાહકોએ ખુશીનો પાર રહ્યો ના હતો. સ્ટેડિયમમાં કોહલી-કોહલીના નારા લાગ્યા હતા. પરંતુ આ વચ્ચે ભરોસો ના એવો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો: હાર્દિકની ગર્લફ્રેન્ડ અક્ષર પટેલની પત્ની સાથે પાકિસ્તાન સામેની મેચ જોતી મળી જોવા, વીડિયો થયો વાયરલ

કોહલી-કોહલીના જોરદાર નારા લાગ્યા
ભારત- પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જીત બાદ કોહલી- કોહલીના નારા લાગ્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. પરંતુ કોહલી-કોહલીના નારો લગાવતા લોકો પાકિસ્તાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોહલીએ અત્યાર સુધી રમાયેલી 287 ODI ઇનિંગ્સમાં 14,085 રન બનાવ્યા છે. તેણે આ મેચ દરિયાન સચિનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.