December 17, 2024

મનાવો આ ચાર જગ્યા પર કૃષ્ણ જન્મોત્સવ, મથુરાની મોજ પણ ઝાંખી પડશે

Janmashtami 2024: શ્રી કૃષ્ણના ભક્તો દેશભરમાં તમને જોવા મળશે. ભક્તો જન્માષ્ટમીની આતૂરતાથી રાહ જોતા હોય છે. મોટા ભાગના લોકોને ખાલી મથુરા-વૃંદાવન વિશે જ માહિતી છે. પરંતુ અમે તમને જણાવીશું કે ભારતમાં એવા સ્થળ પણ છે કે જ્યાં જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તમે આ સ્થળોની મુલાકાત લઈને તમારા જીવનભરની યાદીમાં એડ કરી શકો છો.

1) કેરળમાં આવેલું ગુરુવાયુ મંદિર

કેરળ સ્થિત ગુરુવાયુ મંદિરમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરાય છે. આ મંદિરને ગુરુ અને વાયુદેવ દ્વારા બનાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના ભક્તો માટે આ મંદિર ખુબ લોકપ્રિય છે. જન્માષ્ટમી દરમિયાન આ મંદિરની મુલાકાત લઈ શકો છો.

2) ગુજરાતમાં આવેલું દ્વારકા

ગુજરાતમાં ભગવાન કૃષ્ણના દ્વારકાધીશ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ગુજરાતની સાથે બહારના લોકો પણ દૂર દૂરથી આ મંદિરની મુલાકાત લેતા હોય છે. તમે ઈચ્છો તો જન્માષ્ટમી પર તમારા પરિવાર સાથે દ્વારકા જવાનો પ્લાન બનાવી શકો છો.

આ પણ વાંંચો: સાતમ-આઠમના પર્વ પર ઘરે બનાવો રૂ જેવા ‘રસગુલ્લા’, ઈઝી છે રેસીપી

3) ઓડિશા

પુરીમાં જન્માષ્ટમીના દિવસ પહેલા ભગવાન કૃષ્ણના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવે છે. આ સ્થળ પરની ઝાંખી જોઈને તમામ ભક્તોનું હૃદય ખુશ થઈ જાય છે. જો તમે આ સ્થળ પર જવાના હોવ તો ચોક્કસ આરતીનો ભાગ બનો.

4) મહારાષ્ટ્રમાં મુંબઈમાં

મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ આયોજિત દહી-હાંડી વિશે પણ તમે જાણતા જ હશો. અહિંયાની દહી-હાંડી સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. દાદરથી વરલી સુધી, થાણેથી લાલબાગ સુધી, તમે ઘણી જગ્યાએ દહીં હાંડી શોધી શકો છો અને જન્માષ્ટમીના દિવસનો આનંદ લઈ શકો છો. જો તમે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે મથુરા અથવા વૃંદાવન જાવ છો તો અમે જણાવેલ આ સ્થળની મુલાકાત તમે લઈ શકો છો.