કોલકાતા કેસમાં CBIએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ દાખલ કરી FIR
Kolkata Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સર્જાયેલ ધૃણાસ્પદ દુષ્કર્મનો મામલો સતત ચર્ચામાં છે. 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર સાથે ગુજારવામાં આવેલ બળાત્કાર અને હત્યા મામલે CBI તપાસ ઉપરાંત કેન્દ્રીય એજન્સી હોસ્પિટલમાં નાણાકીય અનિયમિતતાઓની પણ તપાસ કરી રહી છે. નવા ઘટનાક્રમમાં, સીબીઆઈ અધિકારીઓ અને વકીલે પશ્ચિમ બંગાળના અલીપુરની નીચલી કોર્ટમાં ભ્રષ્ટાચારના કેસમાં FIRની નકલ રજૂ કરી.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવેલી FIR અનુસાર, આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર આરોપો મૂકવામાં આવ્યા છે. CJMની કોર્ટમાં FIRની નકલ કલકત્તા હાઈકોર્ટના આદેશ પર જમા કરવામાં આવી છે.
CBIએ સંદીપ ઘોષ વિરુદ્ધ દાખલ કરી FIR
કોલકાતા હાઈકોર્ટની સિંગલ જજની ખંડપીઠના આદેશ બાદ, CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી છે. FIR નોંધવાની સાથે જ CBIએ સંદીપ ઘોષ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી છે. હાઈકોર્ટના આદેશ પર SIT આજે સવારે નિઝામ પેલેસ સ્થિત સીબીઆઈ ઓફિસમાં ગઈ હતી અને તમામ દસ્તાવેજો સોંપ્યા હતા. દસ્તાવેજો મળ્યા બાદ સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ આલીપોર સીજેએમ કોર્ટમાં આજની એફઆઈઆરની નકલ રજૂ કરી છે.