March 15, 2025

જામનગરમાં લોહીયાળ હોળી! રબારી સમાજના ત્રણ સગા ભાઈઓ પર હુમલો, એકનું મોત

Jamnagar: જામનગર નજીક મોરકંડા ગામમાં હોળીની રાતે સમાજના બે જૂથ વચ્ચે અથડામણમો મામલો સામે આવ્યો હતો. જેમા એક યુવકનું મોત નીપજ્યું છે. તો ઈજાગ્રસ્તો લોકોને સારવાર અર્થે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરકંડા ગામે લોહીયાળ હોળી રમાઈ છે. રબારી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એક સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી. મોરકંડાની ધાર વિસ્તારમાં રબારી સમાજના ત્રણ સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં 25 વર્ષીય મુન્નાભાઈ હુણને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈને તેમનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું છે. જોકે, અરજણભાઈ સુધા ભાઈ ઉંણ ઉમર 30 અને દેવરાજભાઈ સુદાભાઈ ઉંણને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ ઘાતક હથિયારો સાથે મચાવ્યો આતંક, 11 શકમંદોની ધરપકડ