ગાજરની બરફી સામે હલવો પણ છે ફેલ, જાણી લો રીત
Gajar Barfi: શિયાળાની સિઝનમાં સૌથી વધારે મિઠાઈ બનતી હોય છે. જેમાં લાડુ, ગાજરનો હલવો, મગની દાળનો હલવો, જલેબી અને ગરમાગરમ ગુલાબજામુન કે ગુજરાતઓના મનગમતા અડદિયા. અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ વાનગીઓ બને છે તેમ મિઠાઈ પણ બને છે. ત્યારે આજે અમે તમારા માટે ગાજરની બરફીની રીત લઈને આવ્યા છીએ. આવો જાણીએ કેવી રીતે બનાવશો.
ગાજર બરફીની રીત
પહેલું સ્ટેપ
અડધો કિલો તાજા ગાજર લો. હવે તમારે તેમાં માવો નાંખવાનો રહેશે. તેમાં કાજુ પાવડર અને દૂધ ઉમેરવાનું રહે છે. આ પછી તમારે તેમાં કાજુ, પિસ્તા અને એલચી પાવડર ઉમેરવાનો રહેશે. હવે તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે.
બીજું સ્ટેપ
જ્યાં સુધી ગાજર બફાઈ ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. તેને સારી રીતે પકાવો, આ પછી તમારે ઉપરથી ધી નાંખવું હોય તો નાંખી શકો છો.
ત્રીજું સ્ટેપ
દૂધ બળી જાય પછી તેમાં માવો ઉમેરો. હવે પછી તમારે તેમાં કાજુ પાવડર ઉમેરવાનો રહેશે. સ્વાદ માટે એલચી પાવડર ઉમેરી શકો છો.
આ પણ વાંચો: સતાધાર ખાતે સાધુ સંતોની બેઠક પૂર્ણ, વિજય બાપુને સાધુ સંતોએ આપ્યો ટેકો
ચોથું સ્ટેપ
એક ટ્રે લો હવે તમારે તેમાં ગાજરનું મિશ્રણ એડ કરવાનું રહેશે. આ પ્લેટમાં ગાજરના આ પેસ્ટને સારી રીતે સેટ થવા દો. હવે તેની ઉપર તમારે સમારેલા પિસ્તા અને કાજુ નાંખવાના રહે છે. હવે તમારે બરફીને ઠંડી થવા દેવાની રહેશે. આ પછી તમારા પસંદગીના આકારમાં કાપી લો. તૈયાર છે તમારી ગાજર બરફી.