December 27, 2024

બાલ્ટીમોરમાં અકસ્માત! માલવાહક જહાજ અથડાતા પુલ નદીમાં ખાબક્યો

Cargo Ship Hits: અમેરિકાના બાલ્ટીમોર હાર્બર વિસ્તારમાં મંગળવારે સવારે એક અકસ્માત થયો હતો. હકિકતે, અહીં એક માલવાહક જહાજ બાલ્ટીમોર હાર્બર પાર કરતા પુલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટના બાદ પુલ ધરાશાયી થયો હતો અને આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. બાલ્ટીમોર કોસ્ટ ગાર્ડ ઓફિસર મેથ્યુ વેસ્ટએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે પુલ તૂટી પડવાની જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ બાલ્ટીમોર ફોયર વિભાગે પણ પુલ તૂટી પડવાની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો.

ઘણા લોકોના મૃત્યુનો ડર
કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ ઘણી કાર અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ છે. માહિતી અનુસાર આ અકસ્માત મોટા નુકસાનની સંભાવના દેખાઇ રહી છે. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે પુષ્ટિ કરી હતી કે અંદાજે સાત લોકો અને અનેક વાહનો નદીમાં તણાઇ ગયા હતા.

https://twitter.com/rawsalerts/status/1772514786338619487?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1772514786338619487%7Ctwgr%5Ea2e830048687c6afba3bd92af3ac218b927ba3dd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fworld%2Fcargo-ship-hits-key-bridge-in-baltimore-triggering-partial-collapse-2024-03-26

આ જહાજ બાલ્ટીમોરથી કોલંબો માટે રવાના થયું હતું
કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે જહાજ પર સિંગાપોરનો ધ્વજ હતો. માહિતી અનુસાર, માલવાહક જહાજનું નામ ડાલી છે અને તે 948 ફૂટ લાંબુ છે. આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલંબો માટે રવાના થયું હતું. આ દરમિયાન જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાયું હતું.

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1977 માં ખોલવામાં આવ્યો હતો
આ પુલ 1977માં સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજની લંબાઈ 1.6 માઈલ છે.