કાર કેનાલમાં પડવાના કેસમાં ત્રીજો મૃતદેહ મળ્યો. 7 કિમી દૂર હતું શબ

Crime News: અમદાવાદના ફતેહવાડી કેનાલમાં આંબાવાડીના યુવકો રીલ્સના ચક્કરમાં ડૂબ્યા હતા. ત્યારે 36 કલાક બાદ નરીમનપુરા પાસે કેનાલમાંથી ત્રીજા કિશોર ક્રિશ દવેનો મૃતહેદ મળી આવ્યો છે. ગઈ કાલે 2 કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આજે ત્રીજા કિશોરનો મૃતહેદ મળી આવ્યો હતો. બનાવ જે સ્થળે બન્યો હતો તેનાથી 6 થી 7 કિમી દૂર મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: IND vs NZ: વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડવાની તક
કાર ભાડે લઇને રીલ્સ
સ્કોર્પિયો કાર ભાડે લઇને 4 કિશોરો રીલ્સ બનાવવા નિકળ્યા હતા. જેમાં 3 કિશોરના મોત થયા છે. વિરાજસિંહ રાઠોડ નામનો કિશોર બચી ગયો હતો. 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લઇને રીલ્સ બનાવવા માટે ગયા હતા. 19 વર્ષીય ક્રિશ દવે નોકરીનું ઇન્ટરવ્યૂ આપી તેના મિત્રો સાથે ગયો હતો. ખાંચી ફાર્મ નજીક ગળનાળામાં ક્રિશ દવેનો મૃતદેહ મળ્યો હતો. ધટના 48 કલાક બાદ યુવક ક્રિશની ભાળ મળી છે.