ઉનાળા પહેલા તમારી કારમાં આ 5 કામ કરી લો, નહીં પડે કોઈ મુશ્કેલી

Important car care tips: ઉનાળો હવે થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે. જો તમે કારનો વધારે ઉપયોગ કરો છો તો અમે તમારા માટે ઘણી ટીપ્સ લઈને આવ્યા છીએ. ઉનાળામાં તમારી કાર ખરાબ ના થાય તે માટે ખાસ ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને તમે ફોલો કરશો તો તમારી કાર આ ઉનાળામાં ખરાબ નહીં થાય.
બેટરી ચેક કરો
ઉનાળો આવતાની સાથે બેટરી ફાસ્ટ ડિસ્ચાર્જ થવા લાગે છે. ઉનાળો આવે તે પહેલા બેટરીને ચેક કરી દો. એવું લાગે તો રિપેર અથવા નવી બેટરી લઈ લો. ચોક્કસ ધ્યાન રાખો કે આ બેટરી સસ્તી ના હોવી જોઈએ. બને તો ચોક્કસ ઓરિજિનલ બેટરીનો ઉપયોગ કરો.
એસી ચેક કરાવો
ઉનાળો આવતાની સાથે આપણને AC વગર થોડી વાર પણ ચાલતું નથી. જેના કારણે ઉનાળા પહેલા તમારી કારનું એસી ચેક કરો અને જરૂર હોય તો તેની સર્વિસ કરાવી દો. આવી કરવાથી તમારું એસી બંધ નહીં રહે અને કોઈ પણ સમસ્યા વગર તમારું એસી ચાલ્યા કરશે.
એન્જિન ઓઈલ ચેક કરો
જો તમારી કારનું એન્જિન ઓઈલ ઘટી જાય છે અથવા કાળું પડી જાય છે તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે તમારા કારનું એન્જિન ઓઇલની યોગ્ય રીતે તપાસ કરાવી દો.
આ પણ વાંચો:IPL 2025 પહેલા ચાહકોને મોટો ઝટકો, મેચ જોવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે
ટાયર પણ તપાસો
ઉનાળામાં ગરમીના કારણે રસ્તાઓ પર ટાયરની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તમે ઘસાઈ ગયેલા ટાયર સાથે વાહન ચલાવો છો તો તમને સમસ્યા થઈ શકે છે. ટાયરના કારણે પણ અકસ્માત થાય છે. જેના કારણે તેને પણ તપાસી લો આ ઉનાળા પહેલા,