December 21, 2024

વધુ સમય માટે કાર પાર્કિંગમાં રાખવાની હોય તો આટલી વાત જાણી લો

Car Tips: ગરમીથી કંટાળીને ઘણા લોકો હિલ સ્ટેશન કે દરિયાઈ વિસ્તારમાં ફરવા માટે જતા હોય છે. ચોમાસું સીઝન નજીક આવતા મુંબઈ જેવા શહેરમાં ચોમાસાનો મિજાજ જ અલગ રહેતો હોય છે. આવા માહોલમાં સૌથી વધારે ચિંતા થતી હોય તો કારની ચિંતા થાય છે. ઉનાળાની રજાઓમાં ઘણા લોકો ફરવા નીકળે છે. આવી સ્થિતિમાં, જો કંઈક પ્લાન કરી રહ્યા છો, તો લાંબા સમય સુધી કાર પાર્ક કરવી પડશે. લાંબા સમય સુધી કાર પાર્ક કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જે ખરા અર્થમાં મેઈન્ટેનન્સ ઘટાડી શકે છે.

કારમાં કિંમતી વસ્તુઓ
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમીનું મોજુ યથાવત છે. ચોમાસું આવવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે. આ સિઝનમાં ઘણા લોકો પહાડો પર રજાઓ માણવા માટે જાય છે. આવી સ્થિતિમાં, જો લાંબા વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો એક નાની વાત ધ્યાનમાં રાખવી પડશે.કાર પાર્ક કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કારની આવરદા પણ લંબાય અને કાર લાંબા સમય સુધી કામ આપી શકે. જો કારને લાંબા સમય સુધી પાર્ક કરવાની થાય તો કારને લોક કરતા પહેલા દરેક જગ્યાએથી તપાસી લો. ઘણીવાર લોકો ઉતાવળમાં કારમાં કિંમતી વસ્તુઓ ભૂલી જાય છે, પરંતુ પાછળથી તેમને પસ્તાવો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો કારને બહારના પાર્કિંગમાં પાર્ક કરી રહ્યા છો, તો કારમાં કોઈ ચીજવસ્તુઓ બચી ન જાય તે માટે એકવાર કાળજીપૂર્વક કારને તપાસો. બધું ચેક કર્યા પછી જ કારને લોક કરો.

આ પણ વાંચો: Meridian X સ્પેશિયલ એડિશન SUV લોન્ચ, ફીચર્સ જાણીને તમે પણ ફિદા થઇ જશો

મુશ્કેલીનો સામનો
લાંબા વેકેશન પર જતા પહેલા કારના ટાયરમાં હવાનું લેવલ થોડું વધારે રાખો. આમ કરવાથી, જ્યારે સફરથી પાછા ફરો ત્યારે કારના ટાયરની સ્થિતિ બગડશે નહીં. આ સાથે, એ પણ તપાસો કે ટાયરમાં કોઈ લીકેજ અથવા કોઈ નુકસાન નથીને. જો કારના ટાયર ઘણા જૂના છે તો તેને રિપેર કરાવો, નહીં તો પાછા ફર્યા બાદ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તમે લાંબા સમય સુધી કાર છોડીને ફરવા જઈ રહ્યા છો, તો લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે કારની હેન્ડબ્રેકનો ઉપયોગ કરવો કે નહીં. સાચો જવાબ એ છે કે જો તમે લાંબા સમય સુધી કાર પાર્ક કરવા જઈ રહ્યા છો તો હેન્ડબ્રેકનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે કાર સ્ટોપરનો ઉપયોગ કરો. આમ કરવાથી કાર સુરક્ષિત રહેશે અને કારને કોઈ નુકસાન નહીં થાય.