September 21, 2024

બાઈક પર લાગેલો કાટ પળવારમાં દૂર થશે, આ રહ્યા ઘરગથ્થું સફાઈનાં ઉપાય

Car Guide: ઘરમાં પાર્કિંગની જગ્યા ન હોય તો ઘણા લોકોને બાઇક ઘરની બહાર પાર્ક કરવી પડે છે. જેના કારણે બાઈક વરસાદની ઋતુમાં ભીની થઈ જાય છે અને શિયાળાની ઋતુમાં ઝાકળથી ભીંજાઈ જાય છે. જેના કારણે બાઇકને કાટ લાગી જાય છે. જો આના કારણે તમારી બાઇક પર કાટ લાગી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે જણાવી રહ્યા છીએ કે બાઇકમાં લાગેલા કાટને કેવી રીતે સાફ કરી શકો છો? ગમે એટલી મોંઘી બાઈક હોય કે, જૂનું સ્કૂટર, ચોમાસાના દિવસોમાં વ્યવસ્થિત રીતે સાફ કરવામાં ન આવે તો કાટ લાગી જાય છે.

પાણીથી સાફ કરો
ચોમાસામાં બાઈક કે કોઈ પણ સ્કૂટર ભીનું થાય પછી એના પર કોરૂ કપડું મારી દેવામાં આવતું હોય છે. આવું કરવાના બદલે થોડા સ્વચ્છ પાણીથી એને સાફ કરવામાં આવે તો બાઈક ટનાટન રહે છે. ક્રોમ પોલિશનો ઉપયોગ બાઇક પરના કાટને સાફ કરવા માટે કરી શકાય છે. જો બાઇકમાં થોડી હવા હોય તો આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેને કાટ લાગેલી જગ્યા પર લગાવવાનું રહેશે. આ પછી, જો તેને કપડાથી સાફ કરો છો, તો કાટ હળવો થવા લાગે છે.

એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરો
બાઇક પરથી કાટ દૂર કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાય છે. આ એક સસ્તો અને સલામત વિકલ્પ છે. એલ્યુમિનિયમ રસ્ટ સાથે રાસાયણિક રીતે પ્રતિક્રિયા આપે છે. કાટ દૂર કરવા માટેનો આ સરળ અને સચોટ ઉપાય છે.

આ પણ વાંચો: કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે

વિનેગર-બેકિંગ સોડાનો ઉપયોગ કરો
બાઇક પરથી કાટ દૂર કરવા માટે વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. રસ્ટ એરિયા પર વિનેગર સ્પ્રે કરવું પડશે. આ પછી, તેના પર સોડા છાંટવો પડશે અને તે થોડીવાર સુકાઈ જાય પછી, તેને સ્ક્રબ બ્રશ અથવા સેન્ડપેપરથી ઘસવું જોઈએ. આમ કર્યા પછી કાટ સાફ થઈ જશે. આ સફાઈ થોડી ઓડ કહી શકાય એવી છે. બધાને પસંદ ન પણ પડે.

લીંબુથી ફેર પડે
મીઠું અને લીંબુની મદદથી તમે બાઇક પર લાગેલા કાટને સાફ કરી શકો છો. આ માટે તમારે કાટ લાગેલી જગ્યા પર મીઠું છાંટવું પડશે. પછી અડધા લીંબુમાં મીઠું નાખીને કાટ લાગેલી જગ્યા પર ઘસો. આ પહેલા જે જગ્યા પર કાટ લાગ્યો છે ત્યાં થોડું પાણી નાંખીને ભીનું કરી દો. પછી તેને થોડીવાર માટે છોડી દો. આ પછી, ફરીથી ઘસો અને સાફ કરો. તેનાથી બાઇક પરનો કાટ સાફ થઈ જશે.