October 22, 2024

કારમાંથી આવો કોઈ અવાજ આવે તો સમજજો કે ફ્યૂલ પંપ ખરાબ છે

Car Engine Tips: કાર ચલાવવામાં જેટલી મજા આવે છે, તેટલી જ પરેશાની જ્યારે કોઈ એક ભાગને નુકસાન થાય છે ત્યારે પણ થાય છે. પરંતુ જો કારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થવા જઈ રહી છે તો તેના સંકેતો પહેલાથી જ દેખાવા લાગે છે. જો ફ્યૂલ પંપમાં કોઇપણ પ્રકારની સમસ્યા ઊભી થવાની હોય તો કેવા પ્રકારના સિગ્નલ જોવા મળે છે? જો તે સમયસર રીપેર ન થાય તો કેવા પ્રકારના નુકસાન થઈ શકે છે? જોઈએ આ રીપોર્ટમાં.

આવું કામ હોય છે
કોઈપણ વાહન ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલ જરૂરી છે. ફ્યૂલ પંપનો ઉપયોગ ફ્યૂલ ટાંકીમાંથી એન્જિન સુધી ઇંધણ પહોંચાડવા માટે થાય છે. તેથી આ ભાગ Fuel સિસ્ટમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તેમાં કોઈ પ્રકારની ખામી હોય તો વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે કોઈ કારમાં સેલ્ફ મારવામાં આવે છે ત્યારે ફ્યૂલ પંપ કામ કરવાનું ચાલું કરી દે છે. પછી એન્જિન સુધી ફ્યૂલ પહોંચે છે.કાર જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ પાર્ટ સતત એક્ટિવ રહે છે.

સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય
જ્યારે કોઈ પણ ગાડીમાં કંઈ ખરાબ થાય છે તો કેટલાક સંકેતોથી એલર્ટ મળે છે. જેને ધ્યાને લેતા મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે. તેને રીપેરિંગ કરાવીને મોટા ખર્ચામાંથી બચી શકાય છે. જ્યારે એન્જિનમાંથી સામાન્ય અવાજ કરતા બીજો કોઈ અવાજ આવે ત્યારે સૌથી પહેલા સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. આવો અસામાન્ય અવાજ ફ્યૂલ પંપમાં ખરાબી હોવાના સંકેત આપે છે. ઓછા અંતરમાં એન્જિન વધારે પડતું હીટ મારતું હોય તો પંપમાં ખરાબી હોવાનું માની શકાય છે. એન્જિન ઓટોમેટકલી બંધ થઈ જાય અને ઝટકા મારવા લાગે તો પણ કારનું ચેકઅપ કરાવવું અનિવાર્ય બને છે.

આ પણ વાંચો: કારની ડિજિટલ કીની મર્યાદા જાણો, મુશ્કેલી ઊભી કરી શકે છે

વાહનની આવરદા ઘટે છે
જો વાહન ખામીયુક્ત ઈંધણ પંપથી ચલાવવામાં આવે તો અનેક પ્રકારના નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, તેને પાછળથી રિપેર કરવામાં સમય અને વધુ પૈસાની જરૂર પડે છે. જો વાહન ખરાબ ઇંધણ પંપ થકા લાંબા સમય સુધી ચલાવવામાં આવે છે, તો તે માઇલેજમાં ઘટાડો થઈ જાય છે. એન્જિન વારંવાર ગરમ થવાને કારણે, એન્જિનના આંતરિક ભાગોને ઝડપથી નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે. જેના કારણે વાહનનું આયુષ્ય પણ ઘટે છે. ઉપરાંત, જો લાંબો સમય બેદરકારી રાખવામાં આવે તો એન્જિન જપ્ત થવાનું જોખમ રહેલું છે.